લોકડાઉનમાં ગ્રોસરી, શાકભાજી, પેકેજ્ડ-ફૂડના ઓનલાઇન શોપિંગમાં તેજી

નવી દિલ્હીઃ કોરોનાને કારણે દેશનાં કેટલાંક રાજ્યોમાં લોકડાઉન લાગ્યું છે, ત્યારે ઓનલાઇન કંપનીઓ પર ખરીદદારી બે ગણી થઈ ગઈ છે. ખાસ કરીને એમેઝોન, ગ્રોફર્સ અને સ્નેપડીલના પ્લેટફોર્મ પર ગ્રોસરી, સાંસ્કૃતિક અને હેલ્થ અને ફિટનેસ સાથે જોડાયેલા સામાનની માગમાં 50 ટકાથી 80 ટકા સુધી વધી ગઈ છે.

દેશમાં કોરોના રોગચાળો દિન-પ્રતિદિન વધુ પ્રસરી રહ્યો છે, જેથી લોકો ડરના માર્યા કરિયાણાની દુકાને જવાને બદલે ઘેરબેઠાં ઓનલાઇન ખરીદદારી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. હાલ જે ચીજવસ્તુની માગ સૌથી વધુ છે, તેમાં કરિયાણું, ફ્રોઝન, ફૂડ, મિલ્ક પ્રોડક્ટ્સ, માસ્ક, સેનિટાઇઝર, ફિટનેસ બેન્ક અને ઓક્સીમીટર સામેલ છે. ઓનલાઇન કંપની ગ્રોફર્સના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનામાં પેકેજ્ડ ફૂડમાં 80 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. ઓનલાઇન એમેઝોન પર પણ હેલ્થ અને હાઇજિન, નેબ્યુલાઇઝરની ખરીદદારીમાં 50 ટકાનો ઉછાળો આવ્યો છે.  સ્નેપડીલના પ્લેટફોર્મ પર યોગા એક્સેસરીઝ, લેપટોપ ટેબલ સહિત બાળકોના ઇનડોર ગેમ્સની માગ વધી છે. ઓનલાઇન કંપનીઓ પોતાના સપ્લાયર્સનું પણ ખાસ ધ્યાન રાખી રહી છે. એમેઝોને મેમાં સાડાસાત લાખથી વધુ સેલર્સ માટે સ્ટોરેજ ફી સહિત અન્ય ચાર્જીસ માફ કર્યા છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]