ભારતમાં 2021 સુધી થશે 5જીની શરુઆત, 25 ગણી વધુ સ્પીડ મળશેઃ Nokia

નવી દિલ્હીઃ ફિનલેન્ડની ટેલીકોમ ઈક્વિપમેન્ટ બનાવનારી કંપની નોકિયાએ કહ્યું છે કે ભારતમાં 2021 સુધીમાં 5જીની શરુઆત થઈ જશે. તો આ સાથે જ 4જીની તુલનામાં 5જીની સ્પીડ 25 ગણી વધારે તેજ બની જશે. કંપનીએ કહ્યું છે કે તેના કેટલાક વેન્ડર્સ પર બેન મામલે ચર્ચા ચાલુ છે અને યૂરોપમાં તેના 5જી રોલઆઉટ પ્લાન પર આનાથી કોઈ ફરક નહી પડે.

કંપનીના સીઈઓ રાજીવ સૂરીએ કહ્યું કે અમેરિકા, સાઉથ કોરિયા, ચીન, ભારત સહિત તમામ ઈમર્જિંગ માર્કેટ્સ, લેટિન અમેરિકા અને કેટલાક વિકસિત દેશોમાં 2021 સુધીમાં 5જીની શરુઆત થઈ જશે. આ ક્ષેત્રોમાં નેટવર્ક પર કરોડો ટ્રેડ સીક્રેટ્સ પર ફઅલો જોવા મળશે. આના માટે બિઝનેસ માટે સિક્યુરિટી ટોપ પ્રાયોરિટી હશે.

કેટલાક વેન્ડર્સ પર પ્રતિબંધની ચિંતાઓ અને 5જીના રોલઆઉટમાં કોસ્ટ વધવાની આશંકાઓ પર સૂરીએ કહ્યું કે ફેક્ટ નિશ્ચિત રીતે દાવાઓને સપોર્ટ નથી કરી રહ્યા. કુલ મળીને 5જી એક ઈકોસિસ્ટમ છે. આના પર કોઈ કોપીરાઈટ નથી. સમાચારો એવા પણ સામે આવ્યા છે કે ચીની વેન્ડર હુઆવેઈ પર પ્રતિબંધથી 5જી સર્વિસીઝની કોસ્ટ વધી શકે છે અને નેટવર્કના લોન્ચિંગમાં મોડું થઈ શકે છે.

કેટલાક દેશોએ હુઆવેઈથી 5જી ઈક્વિપમેન્ટ ખરીદવા પર પ્રતિબંધ લગાવી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીની કંપનીઓએ વધારે સંખ્યામાં પેટન્ટ પ્રાપ્ત કરીને રાઈવલ કંપનીઓ પર વધારો પ્રાપ્ત કરી લીધો છે જે 5જી સર્વિસીઝ માટે જરુરી હશે. ત્યારે આવામાં તેનાથી ખરીદી રોકવામાં આવે તો 5જીને લાગુ કરવામાં મોડુ થઈ શકે છે.

સૂરીએ એક દિવસ પહેલાં કહ્યું હતું કે કોઈ એક કંપની એ નક્કી ન કરી શકે કે 5જીને ક્યારે અને કેવી રીતે ડેવલપ કરવાનું છે. આ વાત નિશ્ચીત રીતે ખોટી લાગે છે કે નોકિયા અમેરિકાની જરુરતોને પૂરી કરી શકે છે પરંતુ યૂરોપીય દેશોની જરુરત નહી. નોકિયા અનુસાર 5જીની સ્પીડ 4જીની તુલનામાં 25 ગણી વધારે હોવાનું અનુમાન છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]