BSE SME પ્લેટફોર્મ પર 338મી કંપની લિસ્ટ થઈ

મુંબઈ તા.25 જૂન, 2021: BSE SME પ્લેટફોર્મ પર 338મી કંપની નવોદય એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ લિસ્ટ થઈ છે. નવોદય એન્ટરપ્રાઈઝીસે રૂ.10ની મૂળ કિંમતના 23.04 લાખ ઈક્વિટી શેર્સ રૂ.20ની કિંમતે ઓફર કરી સફળતાપૂર્વક રૂ.4.61 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 17 જૂન, 2021ના રોજ સંપન્ન થયો હતો.

નવોદય એન્ટરપ્રાઈઝીસની રજિસ્ટર્ડ ઓફિસ મહારાષ્ટ્રના મુંબઈ ખાતે છે. કંપની માર્કેટિંગ સપોર્ટ, એડવર્ટાઈઝિંગ સર્વિસીસ, મેનેજમેન્ટ અને ફાઈનાન્સિયલ કન્સલ્ટન્સી સર્વિસીસ ક્ષેત્રમાં કામકાજ કરે છે અને પેકેજિંગ ઉત્પાદકો અને સંબંધિત મશીનરીઝને કંપોનન્ટ અને સપોર્ટ સર્વિસીસ પૂરી પાડે છે.

અત્યાર સુધીમાં 104 કંપનીઓ BSE SME બોર્ડમાંથી મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. BSE SME પર લિસ્ટેડ કંપનીઓએ અત્યાર સુધીમાં બજારમાંથી રૂ.3,497.52 કરોડ એકત્ર કર્યા છે અને 24 જૂન, 2021ના રોજ આ કંપનીઓનું કુલ માર્કેટકેપિટલાઈઝેશન રૂ.27,771.99 કરોડ થયું હતું.