નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા ડો.વિનીત મિશ્રાની સ્પેશિયાલિસ્ટ બોર્ડના સભ્ય તરીકે વરણી

અમદાવાદઃ નવી દિલ્હીસ્થિત નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઈન મેડિકલ સાયન્સીસ (NBEMS) દ્વારા સ્થાપવામાં આવેલા સ્પેશિયાલિસ્ટ બોર્ડ ઓફ ફીમેલ યૂરોલોજી પર સભ્ય તરીકે IKDRC-ITSના ડાયરેક્ટર ડો. વિનીત મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. પોતાની નિમણૂક અંગેના પ્રત્યાઘાતમાં ડો. મિશ્રાએ જણાવ્યું કે, ‘આ પ્રતિષ્ઠિત બોર્ડ પર થયેલી નિમણૂક અને મેડિકલ શિક્ષણની પરીક્ષા પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા રાષ્ટ્રીય સ્તરે ગુજરાત તથા IKDRC નું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો એ મારે મન ગૌરવની વાત છે.’

સ્પેશિયાલિસ્ટ બોર્ડ DNB/DrNB/FNB કાર્યક્રમો, એક્રીડીટેશન ધારાધોરણ, અભ્યાસક્રમના અપડેશન, પરીક્ષા પદ્ધતિ/પ્રક્રિયાની સમીક્ષા, થિસીસનું આકલન, ઈન્સ્પેક્ટરો, પરીક્ષકો, આકલનકારો, વિષય નિષ્ણાતોની નિમણૂક કરવા જેવા તમામ પાસાંની સમયાંતરે સમીક્ષા કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]