બધિરાંધતા વિશે જાગૃતિ લાવવા વાર્ષિક સાઇક્લોથોનનું આયોજન

 અમદાવાદઃ સેન્સ ઇન્ડિયા હેલેન કેલરની ૧૪૧મી જન્મજયંતી વર્ષગાંઠ પર ૨૭ જૂને દેશભરમાં મેસેંજર્સ ઓન સાઇકલ્સનું આયોજન કરી રહી છે. આશરે ૨૦૦૦થી વધુ સાઇકલસવારો સમગ્ર દેશમાં બધિરાંધ બાળકો અને પુખ્ત વયના લોકોના શિક્ષણ અને સહાય માટે સાઇકલ ચલાવશે.

આ સાઇકલસવારો 1880 કિલોમીટરનું અંતર આવરી લેશે. આ સાઇક્લોથોન છ મહિના સુધી ચાલશે, જે હેલેન કેલરના જીવનની ઉજવણી કરશે અને દેશની અંદર બધિરાંધતા વિશે જાગૃતિ લાવશે. આ પ્રસંગ ભારતભરમાં અંદાજે ૫,૦૦,૦૦૦ બધિરાંધ લોકોને જે આજના કોવિડ રોગચાળાથી ઝઝૂમી રહ્યા છે, તેમના માટે આ અદભુત પ્રદર્શન હશે.છેલ્લાં છ વર્ષથી  સેન્સ ઇન્ડિયા બધિરાંધતા અંગે જાગૃતિ ફેલાવવા, તેમને સમાજના મુખ્ય ધારા સાથે જોડવા સંવેદના અને જાગૃતિ અભિયાનનું આયોજન અમદાવાદમાં કરતી રહી છે.

દેશભરમાંથી કોઈપણ વ્યક્તિ બધિરાંધ લોકોને સમર્થન આપવા રાષ્ટ્રીય સ્તરે આ સાઇક્લોથોનમાં જોડાઈ શકે છે. “આ વર્ષે અમે ‘યુટુકેનરન’ અને ‘એસબીસી3’ના સહકારથી આ ઉજવણીને વિશ્વ સ્તરે લઈ જવાનો પ્રયાસ કર્યો છે॰ અમે આ વર્ષના મેસેંજર્સ ઓન સાઇકલ્સ ઇવેન્ટના લોંચિંગ માટે ઉત્સાહિત છીએ, જે છ મહિના સુધી છે, એમ સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અખિલ પોલે જણાવ્યું હતું. આ ઇવેન્ટ ૨૭ જૂને શરૂ થશે અને ત્રીજી ડિસેમ્બર (વિશ્વ અપંગતા દિવસ) પર પૂર્ણ થશે. મેસેંજર્સ ઓન સાઇકલ્સમાં નોંધણી કરવા માટે https://youtoocanrun.com/races/messengers-on-cycles/ પર જાઓ.