મુંબઈઃ જર્મનીની લક્ઝરી કાર ઉત્પાદક મર્સિડીઝ-બેન્ઝની બેંગલુરુસ્થિત ભારતીય પેટાકંપની મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ આજે જાહેરાત કરી છે કે તે અન્ય બ્રાન્ડ્સની મોટરકારોના ગ્રાહકોને પણ પોતાના ઈલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ નેટવર્કનો લાભ આપશે. આમ કરવા પાછળ કંપનીનો હેતુ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના વપરાશમાં તેજી લાવવાનો હોય એવું લાગે છે.
કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ સંતોષ ઐયરે કહ્યું છે કે એમની કંપની પાસે લક્ઝરી કારો માટે સૌથી મોટું ચાર્જિંગ નેટવર્ક છે. તેની પાસે જુદા જુદા સ્થળોએ 140 ચાર્જર્સ છે. એમાંના 40 ચાર્જર્સ 180 કિલોવોટ્સ અને 60 કિલોવોટ્સના છે. મતલબ કે ફાસ્ટ ચાર્જર્સ છે.
Mercedes-Benz India To મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ આ સાથે ભારતમાં તેની આધુનિક ઢબની EQE 500 4MATIC ઈલેક્ટ્રિક SUV કાર પણ લોન્ચ કરી છે. તેની કિંમત રૂ. 1 કરોડ 39 લાખ (એક્સ-શોરૂમ) છે.
