વીરપુરઃ કૃષિ ક્ષેત્રે ખેતીનો વેપાર હવે ખોટનો ધંધો નથી રહ્યો. ખેડૂતો આધુનિક ખેતી અને પોતાની સૂઝબૂઝથી મબલક કમાણી કરી રહ્યા છે. પરંપરાગત ખેતીમાં જો નફો ના થાય તો બગીચાની ખેતી એક સારો વિકલ્પ છે. ગુજરાતના વીરપુરમાં રહેતા મનસુખ દુધાતા પણ એમાંના એક છે. તેઓ પાછલાં કેટલાંક વર્ષોથી સીતાફળ, દાડમ, જામફળ અને પપૈયા જેવાં ફળોની ખેતી કરી રહ્યા છે, ગુજરાતની સાથે મધ્ય પ્રદેશ, રાજસ્થાન જેવાં રાજ્યોમાં પણ તેઓ પોતાનાં ફળોનું માર્કેટિંગ કરી રહ્યા છે. તેઓ કેટલાંક ઉત્પાદનોની દુબઈ નિકાસ પણ કરે છે. તેનાથી વાર્ષિક રૂ. 10 લાખની તેમને કમાણી થઈ જાય છે.
તેઓ જણાવે છે કે તેમણે પહેલાં દેશી સીતાફળની ખેતી કરતાં હતા. જોકે એમાં ઉત્પાદન અને આવક બંને ઓછાં થતાં હતાં. ત્યાર બાદ તેમણે હાઇબ્રિડ પ્રકારની ખેતી શરૂ કરી. એનો લાભ એ થયો કે તેમનું ઉત્પાદન વધી ગયું. કેટલાંક ફળો એક કિલોથી પણ વધુ વજનનાં નીકળ્યાં. એ પછી તેમણે માર્કેટિંગ શરૂ કર્યું અનૈ આવકમાં વધારો થયો.
તેઓ કહે છે કે મારા બંને પુત્રો ભણેલા છે, જેમને મેં ખેતીકામ લગાડ્યાં. બંનેને મળીને એક નર્સરી પણ તૈયારી કરી. હાલ તેમની પાસે 10 વીઘા જમીન છે. તેમણે આશરે પાંચ વર્ષ પહેલાં સીતાફળની ખેતી શરૂ કરી હતી. એમાં તેમણે રૂ. 10,000નું મૂડીરોકાણ કર્યું હતું.
તેઓ કહે છે કે ફળોની વચ્ચે હળદર, મરચાં અને શાકભાજીની ખેતી કરું છું અને એનું ઉત્પાદન ખાસ્સુંએવું થાય છે. વળી, અમે સોશિયલ મિડિયાથી અમારાં ઉત્પાદનોનું માર્કેટિંગ કરીએ છે જેથી અન્ય રાજ્યો અને દુબઈથી લોકો ઓર્ડર આપી રહ્યા છે.