કાપડ-ક્ષેત્રને મોટી રાહતઃ જીએસટી વધારાનો નિર્ણય મોકૂફ

નવી દિલ્હીઃ ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલે આજે અહીં મળેલી તેની બેઠકમાં નક્કી કર્યું હતું કે કાપડ પરનો જીએસટી વેરો હાલના પાંચ ટકાથી વધારીને 12 ટકા કરવાનો નિર્ણય હાલ મોકૂફ રાખવો. રૂપિયા 1000થી ઓછી કિંમતના કાપડ પર 1 જાન્યુઆરી-2022થી 12 ટકા જીએસટી લાગુ કરવાનું સરકારે વિચાર્યું હતું. જે હાલ પાંચ ટકા લેવાય છે.

જીએસટી કાઉન્સિલની 46મી બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. બેઠકનું અધ્યક્ષપદ કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સંભાળ્યું હતું. દેશભરના કાપડના વેપારીઓએ કાપડ પર જીએસટી વધારવાની કેન્દ્ર સરકારની હિલચાલનો વિરોધ કર્યો હતો. તે વિરોધને ધ્યાનમાં લઈને જીએસટી કાઉન્સિલે વધારો મોકૂફ રાખવાનું નક્કી કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]