જર્મનીની લુફ્થાન્સાએ 103 ભારતસ્થિત ફ્લાઈટ-એટેન્ડન્ટ્સને બરતરફ કર્યા

મુંબઈઃ ભારત-સ્થિત 103 ફ્લાઈટ એટેન્ડ્ન્ટ્સે કંપનીના મેનેજમેન્ટ પાસેથી કાયમી નોકરીની માગણી કર્યા બાદ જર્મનીની લુફ્થાન્સાએ એમને તાબડતોબ નોકરીમાંથી બરતરફ કરી દીધા છે.

જર્મન એરલાઈન્સ ગ્રુપ લુફ્થાન્સાએ આ 103 ભારતસ્થિત કેબિન-ક્રૂ સભ્યોને બે વર્ષ માટે પગાર વિના રજા પર ઉતરી જવાનો વિકલ્પ આપ્યો હતો. આ કર્મચારીઓ એરલાઈનમાં કોઈક ફિક્સ્ડ મુદતના કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. એમાંના કેટલાક તો 15 વર્ષથી આ ગ્રુપમાં નોકરી કરતા હતા. કોરોના વાઈરસ રોગચાળો ફેલાતા ગંભીર આર્થિક ભીંસ ઊભી થતાં એરલાઈનનું પુનર્ઘડતર કર્યા સિવાય લુફ્થાન્સા પાસે કોઈ છૂટકો નહોતો. તે દિલ્હીસ્થિત ફ્લાઈટ એટેન્ડન્ટ્સના ફિક્સ્ડ-ટર્મ નોકરીનો કોન્ટ્રાક્ટ લંબાવશે નહીં, એમ લુફ્થાન્સાએ એક નિવેદનમાં જણાવ્યું છે.