BSEનો કોન્સોલિડેટેડ નફો 139% વધીને રૂ.32.37 કરોડ થયો

મુંબઈ: દેશના અગ્રણી એક્સચેન્જ BSE લિમિટેડે 31 ડિસેમ્બર, 2020 અંતેના અનઓડિટેડ કોન્સોલિડેટેડ અને સ્ટેન્ડ એલોન નાણાકીય પરિણામ જાહેર કર્યાં છે, જેમાંથી કોન્સોલિડેટેડ કામગીરી આ પ્રમાણે છેઃ

ડિસેમ્બર, 2020ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અંતે કોન્સોલિડેટેડ વહેંચણીપાત્ર ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના રૂ.13.53 કરોડથી 139 ટકા વધીને રૂ.32.37 કરોડ થયો છે. કાર્યકારી નફો રૂ.8.20 કરોડની ખોટથી વધતો રહી રૂ.11.91 કરોડ થયો છે. કાર્યકારી માર્જિન વધીને 10 ટકા થયું છે.

આ પરિણામ વિશે કરેલી ટિપ્પણીમાં BSEના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું, બીએસઈએ કોવિડના સમયમાં પણ નવી પહેલો અને ઈનોવેશન્સ ચાલુ રાખ્યાં છે. BSEએ 11 ડિસેમ્બર, 2020થી કૃષિ પેદાશો માટે ઈલેક્ટ્રોનિક સ્પોટ પ્લેટફોર્મ બીઈએએમ (બીમ)ની સ્થાપના કરી છે, જે હવે વડા પ્રધાનના સિંગલ માર્કેટ સર્જવાના વિઝનને અનુરૂપ રાષ્ટ્રીય સ્તરનું સંસ્થાકીય પ્લેટફોર્મ બની રહેશે. બીએસઈએ ગ્રાહકોને ઉચ્ચ અનુભૂતિ અને સર્વિસ આપવા માટે સ્ટાર એમએફ પ્લસ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, જેમાં એસેટ મેનેજમેન્ટ કંપનીઓ, વિતરકો, રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડોને બધી સર્વિસીસ પૂરી પાડવામાં આવે છે. BSE વધુ વિસ્તૃત, મજબૂત અને પ્રભાવશાળી ભવિષ્ય માટે સતત પહેલ કરતું રહેશે.