IRFCએ US-$નાં બોન્ડ્સ ઇન્ડિયા-INXમાં લિસ્ટ કર્યાં

મુંબઈઃ ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC)એ તેના ચાર અબજ યુએસ ડોલરના મિડિયમ ટર્મ નોટ પ્રોગ્રામ હેઠળ 75 કરોડ યુએસ ડોલરનાં દસ વર્ષીય અને વાર્ષિક 2.8 ટકાનો વ્યાજદર ધરાવતાં બોન્ડ્સ ઇન્ડિયા-INXના ગિફ્ટ IFSC સ્થિત ગ્લોબલ સિક્યોરિટી માર્કેટમાં લિસ્ટ કર્યાં છે. આ પ્રસંગે IFSCAના ચેરમેન ઈન્જેતી શ્રીનિવાસ, IRFCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અમિતાભ બેનર્જીએ ગિફ્ટ સિટીસ્થિત IFSCમાં બેલ વગાડ્યો હતો. આ ઇશ્યુ ચાર ગણાથી અધિક છલકાઈ ગયો હતો.

આ પ્રસંગે ઇન્ડિયા INXના MD,CEO વી. બાલાસુબ્રહ્મણિયમે કહ્યું હતું કે IFRCને તેના ઇશ્યુની સફળતા બદલ અમારા અભિનંદન છે. અત્યાર સુધીમાં આ પ્લેટફોર્મ પર 50.5 અબજ યુએસ ડોલરના MTN પ્રોગ્રામ સ્થાપિત થયાં છે, તેમાંથી 26.3 અબજ યુએસ ડોલરનાં બોન્ડ્સ લિસ્ટ થયાં છે.