15 જાન્યુઆરી સુધીમાં પેટ્રોલ-ડિઝલ ખરીદવા પર મળશે કેશબેક: IOCની ખાસ ઓફર

મુંબઈ – કેન્દ્ર સરકાર હસ્તકની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) કંપનીએ ડેબિટ કે ક્રેડિટ કાર્ડધારકો માટે એક આકર્ષક ઓફર રજૂ કરી છે.

ઈન્ડિયન ઓઈલ તેના ગ્રાહકો માટે નવા વર્ષના આરંભની ખુશાલીમાં ખાસ ઓફર લાવી છે. જો તમે આઈઓસીના પેટ્રોલ પંપ પરથી તમારા વાહનમાં પેટ્રોલ કે ડિઝલ ભરાવશો તો નવા વર્ષે તમને મોટો ફાયદો થશે.

આઈઓસીએ તેના ટ્વિટર હેન્ડલ પર આ ઓફરની જાણકારી મૂકી છે.

એમાં જણાવાયું છે કે, કેશલેસ થઈ જાવ અને કેશબેક મેળવો. કોઈ પણ ઈન્ડિયન ઓઈલની આઉટલેટ પર ઈંધણનું પેમેન્ટ કરવા માટે જો તમે તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરશો તો તમને 10 ટકા સુધીનું ગારન્ટીડ કેશબેક પ્રાપ્ત થશે.

આ ઓફરનો લાભ 2020ની 15 જાન્યુઆરી સુધી મળશે. ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ પમ્પ પરથી પેટ્રોલ કે ડિઝલ ભરાવીને તમે આ લાભ મેળવી શકો છે.

આ ઓફરનો લાભ લેવા માટે તમારે તમારા રજિસ્ટર્સ ફોન પરથી એક એસએમએસ મોકલવાનો રહેશે. ‘Auth-code Amount’ લખીને 9594925848 ફોન નંબર પર એસએમએસ મોકલી દો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]