જેપી મોર્ગનના સીઈઓનું નિવેદનઃ તેજ ઈકોનોમિક ગ્રોથ છે ભારતની ખૂબી

0
1103

નવી દિલ્હીઃ દુનિયાના મોટા દેશોમાં ભારતનો જીડીપી ગ્રોથ સૌથી વધારે છે. જીએસટી જેવા રિફોર્મ અને સરકારી બેંકાના મર્જરની દિશામાં લેવામાં આવેલા નિર્ણયો પણ ખૂબ મહત્વ ધરાવે છે. આના મુકાબલે ભારતના મૈક્રો ઈકોનોમી પડકારો મોટા નથી. જેપી મોર્ગનના સીઈઓ જેમી ડાઈમને આ વાત કહી છે.

ndજેપી મોર્ગનના ભારતમાં 34,000 એમ્પ્લોયઝ છે. તેઓ અહીંયા રોકાણ અને હાયરિંગ વધારવા જઈ રહ્યા છે. તેમનું માનવું છે કે યોગ્ય રેગ્યુલેશનથી ભારત પોતાની ક્ષમતા અનુસાર ગ્રોથ પ્રાપ્ત કરી શકશે. ડાઈમને જણાવ્યું કે વડાપ્રધાન મોદી રાજનૈતિક રીતે મજબૂત છે. એટલા માટે ભારતને જેવી કડક પોલીસીની જરુર તેવી પોલીસી તેઓ લાવી રહ્યા છે. આ કામ સરળ નથી હોતું. તેમણે જણાવ્યું કે જો ભારત પોતાની ક્ષમતા અનુસાર ગ્રોથ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તો તેણે આકરા નિર્ણયો લેવા પડશે.

આ વર્ષે જૂનના ત્રિમાસીક ગાળામાં દેશનો જીડીપી ગ્રોથ 8.2 ટકા રહ્યો હતો જે દુનિયાના મોટા દેશોમાં સૌથી તેજ હતો. ભારતે ગત વર્ષે જીએસટી જેવું રિફોર્મ કર્યું હતું અને બૈડ લોન રિકવરી માટે બેંકરપ્સી જેવો કાયદો પણ બનાવ્યો હતો. જો કે આ વર્ષે રુપિયાનું પ્રદર્શન એશિયાઈ ઈમર્જિંગ માર્કેટમાં સૌથી ખરાબ રહ્યું છે.

ડાઈમને જણાવ્યું કે અત્યારે જે વિદેશી રોકાણકારો અહીંયાથી પોતાનું રોકાણ પાછું ખેંચી રહ્યા છે તે લોકો ભૂલ કરે છે. કરન્સીમાં ગ્રોથ અને ઈન્ટરેસ્ટ રેટ અનુસાર એડજસ્ટમેન્ટ થાય છે. જે દેશનો ગ્રોથ તેજીથી થાય ત્યાંની કરન્સીના મુલ્યમાં ઘટાડો પણ થઈ શકે છે. તમારે એ પણ યાદ રાખવું પડશે કે રુપિયાના મુલ્યમાં ઘટાડાની સાથે એક્સપોર્ટમાં વધારાની સંભાવનાઓ પણ છે.

ડાઈમનની ઓળખ એવા સીઈઓના રુપમાં છે કે જેમણે 2008માં વૈશ્વિક નાણાકિય સંકટનો નીડરતાપૂર્વક સામનો કર્યો હતો. ડાઈમને જણાવ્યું કે અત્યારે ઘણા દેશોમાં વ્યાજદરોમાં વધારો થઈ રહ્યો છે અને વિદેશી રોકાણકારો ઈમર્જિંગ માર્કેટમાંથી રકમ પાછી લઈ રહ્યા છે પરંતુ લીમેન જેવા સંકટની શક્યતાઓ નથી. તેમણે જણાવ્યું કે અર્જેન્ટિના અને તુર્કીને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આનાથી અન્ય દેશોમાં ચિંતા નહી વધે. 2008ના સંકટની તુલનામાં અત્યારે દેશો પર ઓછું દેણું છે. તેમની પાસે મોટો વિદેશી મુદ્રા ભંડાર છે.