નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઈટ્સની કામગીરીઓ પર મૂકેલું સસ્પેન્શન 31 ઓગસ્ટ સુધી આજે લંબાવી દીધું છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા આ વિશેનો સર્ક્યૂલર બહાર પાડવામાં આવ્યો છે.
આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ્સને તેમજ ડીજીસીએ દ્વારા વિશેષ રીતે માન્યતા અપાયેલી ફ્લાઈટ્સને પણ લાગુ નહીં પડે. કોરોનાવાઈરસના ફેલાવાને કાબૂમાં રાખવા માટે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરાયું હતું તે 2020ની 25 માર્ચથી પેસેન્જર વિમાન સેવાઓને સસ્પેન્ડ કરવામાં આવી છે. જોકે સ્થાનિક વિમાન સેવાઓને 2020ની 25 મેથી ફરી શરૂ કરવામાં આવી હતી.