માઇક્રોસોફ્ટ OYOના IPO પહેલાં કંપનીમાં હિસ્સો ખરીદશે

વોશિંગ્ટનઃ ટેકની દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટ હોસ્પિટાલિટી ચેઇન OYOમાં મૂડીરોકાણ કરી રહી છે. એ મૂડીરોકાણ માટે OYOનું વેલ્યુએશન નવ અબજ ડોલર નક્કી કરવામાં આવે એવી શક્યતા છે. એ કંપની 10 અબજ ડોલરના વેલ્યુએશનથી નીચે છે. કંપનીના સ્થાપક રિતેશ અગ્રવાલના મૂડીરોકાણ પછી 2019માં OYO વેલ્યુએશન 10 અબજ ડોલર પહોંચ્યું છે. સોફ્ટબેન્ક સમર્થિત કંપનીના IPO પહેલાં મૂડીરોકાણ પર વિચાર કરે એવી સંભાવના છે.

જોકે એ સ્પષ્ટ નથી કે માઇક્રોસોફ્ટ OYOમાં કેટલું મૂડીરોકાણ કરશે, એની માહિતી આપનાર સૂત્રે જણાવ્યું હતું કે કંપની સામાન્ય રીતે 10 કરોડ ડોલરનું મૂડીરોકાણ કરી શકશે. જોકે માઇક્રોસોફ્ટ પ્રારંભમાં OYOમાં એક નાનો હિસ્સો ખરીદશે અને પછી એમાં ઓનરશિપનો હિસ્સો વધારશે.

જોકે OYOએ જાહેરાત કરી હતી કે કંપનીએ હાલમાં વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારો પાસેથી ટર્મ લોન B (TLB) હેઠળ 66 કરોડ ડોલર એકત્ર કર્યા હતા, જે 1.7 ગણા ઓવરસબસ્ક્રાઇબ થયા હતા.

OYO પહેલું સ્ટાર્ટઅપ છે, જેને મૂડીઝ અને ફિચ દ્વારા જાહેર રીતે રેટિંગ આપવામાં આવ્યું હોય.

OYO ગ્રુપના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર અભિષેક ગુપ્તાએ કહ્યું હતું કે અમે OYOની પહેલી TLB મૂડીથી ખુશ છીએ, જે સંસ્થાકીય રોકાણકારો દ્વારા ઓવરસબસ્ક્રાઇબ કરવામાં આવ્યું હતું. અમે તેમના વિશ્વાસ માટે આભારી છે. આ વર્ષના પ્રારંભમાં HT મિડિયા વેન્ચર્સે F1 ફન્ડિંગ રાઉન્ડની સિરીઝમાં OYOમાં 73.7 લાખ ડોલરનું મૂડીરોકાણ કર્યું હતું. માઇક્રોસોફ્ટે ઊભરતાં માર્કેટો જેવાં કે ભારતમાં વ્યૂહાત્મક મૂડીરોકાણ માટે ટેક્નોલોજી ડિસપ્ટર્સમાં રસ દાખવ્યો હતો.