આઇસી15 ઇન્ડેક્સ 762 પોઇન્ટ વધ્યો

મુંંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15માં વૃદ્ધિ આગળ વધી હતી. શુક્રવારે ઇન્ડેક્સના તમામ ઘટક કોઇન વધ્યા હતા. શિબા ઇનુ, સોલાના, અવાલાંશ અને બિટકોઇનમાં 4થી 7 ટકા વૃદ્ધિ થઈ હતી. માર્કેટ કેપિટલાઇઝેશન 908 અબજ ડોલર થયું છે.

દરમિયાન, કેસ્પર લેબ્સ અને ઝોગબી એનાલિટિક્સે કરાવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે અમેરિકા, યુનાઇટેડ કિંગડમ અને ચીનની કંપનીઓ બ્લોકચેઇન ટેક્નોલોજી અપનાવવા સક્રિય છે. જેમનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું એ બિઝનેસમાંથી 90 ટકાનું કહેવું હતું કે એમણે બ્લોકચેઇનનો ઉપયોગ શરૂ કરી દીધો છે. 87 ટકાએ આવતા વર્ષે બ્લોકચેઇનમાં રોકાણ કરવાનું આયોજન છે એમ જણાવ્યું હતું.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.81 ટકા (762 પોઇન્ટ) વધીને 27,855 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 27,093 ખૂલીને 28,143ની ઉપલી અને 26,673 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.