આઇસી15 ઇન્ડેક્સમાં 606 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 25 બેઝિસ પોઇટનો વધારો કર્યો એને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં વધારો થયો હતો. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના તમામ ઘટક કોઇનના ભાવ વધ્યા હતા, જેમાંથી સોલાના, ચેઇનલિંક, પોલીગોન અને કાર્ડાનો 3થી 8 ટકાની રેન્જની વૃદ્ધિ સાથે મોખરે હતા.

દરમિયાન, અમેરિકન સંસદની નાણાકીય સેવાઓની સમિતિએ ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગ માટેનું નિયમનકારી માળખું ઘડનારો ફાઇનાન્શિયલ ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ફોર ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી એક્ટ એન્ડ બ્લોકચેઇન રેગ્યુલેટરી સર્ટેન્ટી એક્ટ પસાર કર્યો છે. બીજી બાજુ, દક્ષિણ કોરિયાએ ક્રીપ્ટોકરન્સીને લગતા ગુનાઓનો સામનો કરવા માટે સંયુક્ત તપાસ કેન્દ્ર શરૂ કર્યું છે. આ કેન્દ્ર કરવેરાની ચોરી, ગેરકાનૂની ટ્રેડિંગ તથા વોલેટિલિટીનાં જોખમો સંબંધે પણ લક્ષ રાખશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.57 ટકા (606 પોઇન્ટ) વધીને 39,233 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,627 ખૂલીને 39,379 પોઇન્ટની ઉપલી અને 38,609 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.