મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે વધારો થતાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ 40,814 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. એના ઘટકોમાંથી બધા જ કોઇન વધ્યા હતા, જેમાં કાર્ડાનો, ઈથેરિયમ, ચેઇનલિંક અને પોલીગોનમાં 4થી 7 ટકાની રેન્જમાં વધારો થયો હતો.
દરમિયાન, મોન્ટાના રાજ્યની ધારાસભાએ પણ ક્રીપ્ટોકરન્સીના માઇનર્સનાં હિતનું રક્ષણ કરવા માટેનો ખરડો પસાર કર્યો છે. આ ખરડા મુજબ ડિજિટલ એસેટને અંગત મિલકત ગણાવાઈ છે. બીજી બાજુ, ઉદ્યમીઓ, પર્યાવરણવાદીઓ, નીતિ ઘડનારાઓ, બિટકોઇનના નિષ્ણાતો તથા અન્યોએ બિટકોઇન પોલિસી યુકે નામનું સંગઠન રચ્યું છે. એની પાછળનો ઉદ્દેશ્ય દેશને બિટકોઇનના લાભ કરાવવાનો છે. તેની સાથે સાથે લોકોમાં બિટકોઇન વિશે જાગરૂકતા પણ ફેલાવવામાં આવશે અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં બિટકોઇન ક્ષેત્રે રોજગાર માટે તૈયાર કરવામાં આવશે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.28 ટકા (518 પોઇન્ટ) વધીને 40,814 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,296 ખૂલીને 40,968ની ઉપલી અને 40,237 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.