વર્ષ 2022-23માં અમેરિકા સાથે ભારતનો વેપાર 8 ટકા વધ્યો

મુંબઈઃ વર્ષ 2022-23માં ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષી વ્યાપાર લગભગ 8 ટકા જેટલો વધીને 128.55 અબજ ડોલરનો નોંધાયો હતો. વર્ષ 2021-22માં આ આંક 119.5 અબજ ડોલર હતો. વર્ષ 2020-21માં તો આ આંક માત્ર 80.51 અબજ ડોલર હતો એટલે આ વર્ષમાં થયેલો વધારો સૂચક છે. અમેરિકા ખાતે ભારતીય માલસામાનની નિકાસમાં 2.81 ટકાનો વધારો થયો છે.

જોકે ચીન સાથે ભારતનો વ્યાપાર ચાલુ નાણાકીય વર્ષમાં 1.5 ટકા જેટલો ઘટી ગયો છે. ચીન સાથે ભારતે આ વર્ષમાં 114 અબજ ડોલરનો વ્યાપાર કર્યો છે જે ગયા વર્ષે 115 અબજ ડોલર હતો. ચીનમાં ભારતીય માલની નિકાસમાં 28 ટકાનો ઘટાડો નોંધાય છે. જ્યારે આયાતમાં ચાર ટકાનો વધારો થયો છે.