ભારત બટરની આયાત નહીં કરેઃ રૂપાલા

નવી દિલ્હીઃ કેન્દ્રના પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટેના પ્રધાન પરસોત્તમ રૂપાલે સ્પષ્ટતા કરી છે કે દેશ બટર (માખણ) જેવા ડેરી ઉત્પાદનોની આયાત નહીં કરે અને સ્થાનિક સેક્ટરનો વધારે ઉપયોગ કરીને સપ્લાઈમાં સુધારો કરશે.

રૂપાલાના જ મંત્રાલયના એક ટોચના અધિકારીએ ગયા અઠવાડિયે એમ કહ્યું હતું કે દેશમાં ડેરી ઉત્પાદનો, ખાસ કરીને માખણ અને ઘી વગેરેનો સ્ટોક ગયા વર્ષની સરખામણીએ ઓછો છે અને જરૂર જણાશે તો દેશ બટર સહિતના ડેરી ઉત્પાદનોની આયાત કરશે. રૂપાલાએ હવે તે જ નિવેદનના સંદર્ભમાં સ્પષ્ટતા કરી દીધી છે. ડેરી ઉત્પાદનોના છૂટક ભાવમાં થયેલા વધારા અંગે રૂપાલાએ કહ્યું કે ભાવ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.