આઇસી15 ઇન્ડેક્સ પાંચ ટકા વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં તેજી જોર પકડી રહી છે. બિટકોઇન છેલ્લા જૂન બાદ પહેલી વાર 30,000 ડોલરનો આંક વટાવી ગયો છે. રોકાણકારોને આ સપ્તાહે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના આંકડાઓ વિશે સાનુકૂળ અંદાજ હોવાથી માર્કેટમાં વૃદ્ધિ થઈ છે. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના તમામ ઘટકોમાંથી ટ્રોનને બાદ કરતાં બધા જ ઘટકોમાં વધારો થયો હતો. સોલાના, બિટકોઇન, કાર્ડાનો અને લાઇટકોઇનમાં 5થી 11 ટકાની રેન્જમાં વૃદ્ધિ થઈ હતી. કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 1.2 ટ્રિલ્યન ડોલર થઈ ગયું છે.

જી-20 રાષ્ટ્રસમૂહે ડિજિટલ એસેટ ઉદ્યોગને લગતાં જોખમોનો સામનો કરવા માટે સંયુક્તપણે માળખું ઘડવાનો વિચાર કર્યો છે. બીજી બાજુ, સેન્ટ્રલ બેન્ક ઓફ મોન્ટેગ્રોએ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી માટેના પ્રાયોગિક અભ્યાસ માટે રિપલ સાથે વ્યૂહાત્મક સહયોગ સાધ્યો છે.

ક્રીપ્ટોકરન્સી વોલેટ મેટામાસ્કે ફિયાટ કરન્સીથી ક્રીપ્ટોકરન્સીની ખરીદી કરવા માટે પોતાના ગ્રાહકો અર્થે નવી સર્વિસ લોન્ચ કરી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 5.25 ટકા (2,017 પોઇન્ટ) વધીને 40,377 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,360 ખૂલીને 40,619ની ઉપલી અને 38,177 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.