ભાજપનું ડેમેજ ના થયું કંટ્રોલ, ક્ષત્રિય સમાજે માફી ફગાવી

Kshatriya society

લોકસભા ચૂંટણીના તીજા તબક્કાના મતદાનને ગણતરીના કલાકોની વાર છે. તારીખ 5મી મેના રોજ ચૂંટણી પરચારના પડઘમ શાંત થયા, પણ રૂપાલા વિવાદ શાંત થવાનું નામ લેતું જ નથી. ત્યારે ફરી ભાજપે એક વખત ક્ષત્રિય સમાજને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.

 

ભાપજની અપિલ

ભાજપના ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ પ્રેસનોટ જારી કરીને રાજપૂત સમાજના લોકોને રૂપાલાને માફ કરવા માટેની અપીલ કરી છે. પ્રેસનોટમાં ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ના ક્ષાત્રધર્મનું પાલન કરીને ભાજપને સમર્થન જાહેર કરી મત આપવા માટેની અપીલ કરવામાં આવી છે. ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોએ ક્ષત્રિય સમાજને અપીલ કરી છે. ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ.કે. જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, માંધાતાસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, બળવંતસિંહ રાજપૂત, જયદ્રથસિંહ પરમાર, મહેન્દ્રસિંહ સરવૈયા. કિરીટસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સી.કે. રાઉલજી, અરુણસિંહ રાણા, વીરેન્દ્રસિંહ જાડેજા અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ એક સંયુકત નિવેદન આપીને ક્ષત્રિય સમાજને વડાપ્રધાન મોદીને સમર્થન આપવા માટેની અપીલ કરી છે. નિવેદનમાં કહેવાયું છે કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિના પુનર્જાગરણ સાથે કલમ 370 હટાવવામાં આવી છે અને હવે ભારત ‘વિશ્વગુરુ’ બનવા તરફ જઈ રહ્યું છે. આ પ્રક્રિયામાં નરેન્દ્ર મોદીને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપવામાં આવે તેવી સમાજને અપીલ છે.

ક્ષત્રિય સમાજની પ્રતિક્રિયા

એક બાજુ ભાજપ ક્ષત્રિય સમાજને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. બીજી બાજુ ક્ષત્રિય સમાજ પોતાની માગને લઈ અડગ જોવા મળી રહ્યા છે. ત્યારે ભાજપના ક્ષત્રિય આગેવાનો દ્વારા પ્રેસનોટની જાહેરાત બાદ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, ‘ભાજપના ક્ષત્રિય નેતાઓ દ્વારા રૂપાલાને માફ કરવા અને ભાજપના વિરૂદ્ધમાં મતદાન ન કરવા વિનંતી કરાઈ છે. રૂપાલા અને કિરીટ પટેલ જેવા નેતાઓએ ક્ષત્રિય સમાજ પર નિવેદનો આપ્યા ત્યારે આ ક્ષત્રિય નેતાઓ ક્યાં હતા? અને અમને સૌથી વધારે એ વાતનું દુઃખ છે કે આવા સમયે સમાજનો સાથ દેવા ભાજપના એકપણ ક્ષત્રિય નેતાઓ આગળ ન આવ્યા. આજે ભાજપ દ્વારા કરાયેલી પ્રેસનોટની ક્ષત્રિય સમાજ પર કોઈ અસર થવાની નથી.

ભાજપના ડેમેજ વિશે કરણ સિંહે જણાવ્યું કે ‘જો લોકસભામાં અમે 8 થી 12 બેઠકો પર ડેમેજ કરતા હોઈએ. તો તાલુકા, જિલ્લા અને વિધાનસભામાં શું સ્થિતિ થશે તે ભાજપ સારી રીતે જાણે છે. એટલા માટે ભાજપ દરરોજ નવા નવા કીમિયા લાવશે. ભાજપની માફી અમને સ્વીકાર્ય નથી. ભાજપ ગુજરાતમાં 10 બેઠકો પર હારી રહી છે.’