મુંબઈઃ વૈશ્વિક સ્તરે ભૂરાજકીય અને આર્થિક પરિસ્થિતિ પ્રવાહી રહેવા છતાં રોકાણકારોએ ક્રીપ્ટોકરન્સીની ખરીદીમાં રસ લેતાં બિટકોઇન થોડા સમય પૂરતો લગભગ ત્રણ સપ્તાહની ટોચે 43,000 ડોલરની ઉપર જઈ આવ્યો હતો.
યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે જો રશિયાનું સૈન્ય યુક્રેનમાંથી પાછું ખેંચી લેવાશે અને યુક્રેનની સલામતીની બાંયધરી આપવામાં આવશે તો તેઓ યુક્રેનને નાટોનું સભ્ય બનાવવા માટેની માગણી છોડી દેવા તૈયાર છે.
દરમિયાન, ક્રૂડ ઓઇલનો ભાવ ફરી એક વખત વધીને પ્રતિ બેરલ 120 ડોલરની નજીક પહોંચ્યો છે.
ક્રીપ્ટોકરન્સીમાં અચાનક તેજી આવતાં અનેક રોકાણકારોએ ઉંઘતા ઝડપાયા હતા અને મંદીવાળાઓએ શોર્ટ પોઝિશન સુલટાવી દેવી પડી હતી. ચોવીસ કલાકના ગાળામાં બિટકોઇનમાં આશરે 3 ટકા વૃદ્ધિ થઈને ભાવ 42,400 ડોલરની નજીક પહોંચ્યો હતો. ઈથેરિયમ પણ 4 ટકા વૃદ્ધિ સાથે 3,000 ડોલરની ઉપર ગયો હતો.
ઓલ્ટરનેટિવ ક્રીપ્ટોકરન્સીમાંથી રિપલ, કાર્ડાનો અને અલગોરાન્ડમાં પણ નોંધનીય વૃદ્ધિ થઈ હતી.
દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.22 ટકા (1,940 પોઇન્ટ) વધીને 62,220 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 60,279 ખૂલીને 62,969 સુધીની ઉપલી અને 59,582 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
60,279 પોઇન્ટ | 62,969 પોઇન્ટ | 59,582 પોઇન્ટ | 62,220
પોઇન્ટ |
ડેટાનો સમયઃ 22-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |
