આઇસી15 ઇન્ડેક્સ 168 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે સાધારણ ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.47 ટકા (168 પોઇન્ટ) ઘટીને 35,623 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,791 ખૂલ્યા બાદ 36,189ની ઉપલી અને 35,329ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના ટ્રોન અને બીએનબી સિવાયના મોટાભાગના કોઇન ઘટ્યા હતા. ટોચના ઘટેલા કોઇન યુનિસ્વોપ, શિબા ઇનુ, અવાલાંશ અને કાર્ડાનો હતા.

દરમિયાન, યુરોપિયન યુનિયનના નાણાપ્રધાનોએ ક્રીપ્ટોકરન્સી ટેક્સ રિપોર્ટિંગને લગતા નવા નિયમો અપનાવ્યા છે, જેને પગલે વ્યક્તિઓના ક્રીપ્ટો હોલ્ડિંગના ડેટા સત્તાવાળાઓ શેર કરી શકશે.

એક અહેવાલ મુજબ 21 ડોટ કો નામની ક્રીપ્ટોકરન્સી કંપનીએ કરેલા સર્વેક્ષણ અનુસાર ટોકનાઇઝ્ડ એસેટ્સની માર્કેટ વર્ષ 2030 સુધીમાં 10 ટ્રિલ્યન ડોલર મૂલ્યની થઈ જવાની સંભાવના છે. પરંપરાગત નાણાકીય સંસ્થાઓ હવે વધુ ને વધુ પ્રમાણમાં બ્લોકચેઇન ટેક્નોલોજી અપનાવી રહી હોવાથી ટોકનાઇઝ્ડ એસેટ્સની માર્કેટનું કદ વધશે.