મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે વોલેટિલિટી વચ્ચે બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15માં 150 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. ઇન્ડેક્સમાંથી યુનિસ્વોપને બાદ કરતાં બધા જ કોઇનના ભાવમાં ઘટાડો થયો હતો. લાઇટકોઇન, સોલાના, એક્સઆરપી અને બિનાન્સમાં બેથી ત્રણ ટકાનો ઘટાડો થયો હતો. કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 1.021 ટ્રિલ્યન થયું હતું.
દરમિયાન, ભારતીય રિઝર્વ બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અજયકુમારે કહ્યું હતું કે દેશમાં હવે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીના ઓફલાઇન વ્યવહારો માટે પરીક્ષણ શરૂ કરવામાં આવશે. બીજી બાજુ, રિપલે કરાવેલા સર્વેક્ષણમાં 97 ટકા પેમેન્ટ કંપનીઓએ કહ્યું છે કે ક્રીપ્ટોકરન્સી અને બ્લોકચેઇનની મદદથી આગામી વર્ષોમાં ઝડપી અને ઓછા ખર્ચે વ્યવહારો શક્ય બનશે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.47 ટકા (150 પોઇન્ટ) ઘટીને 31,659 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 31,809 ખૂલીને 31,972ની ઉપલી અને 31,482 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
