ખાનગી ક્ષેત્ર ઈન્વેસ્ટમેન્ટ વધારેઃ પીએમ મોદીનો આગ્રહ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના ખાનગી ક્ષેત્રની કંપનીઓએ મૂડીરોકાણ વધારવું જોઈએ અને બજેટ-2023માં જાહેર કરવામાં આવેલી તકોનો લાભ ઉઠાવવો જોઈએ.

પીએમ મોદી બજેટ-બાદના એક વેબિનારમાં સંબોધન કરી રહ્યા હતા. વેબિનારનું શિર્ષક હતું: ‘વિકાસની તકોના નિર્માણ માટે નાણાકીય સેવાઓની કાર્યક્ષમતા વધારીએ’. એમણે કહ્યું કે ખાનગી ક્ષેત્ર દેશના વિકાસમાં મદદરૂપ થાય છે અને સરકાર એને ટેકો આપતી રહેશે. આ વખતના બજેટમાં મૂડી ખર્ચ 33 ટકા વધારીને રૂ. 10 ટ્રિલિયન કરવામાં આવ્યો છે.