GSTથી રાજ્યોની કર વસૂલાતમાં વધારો નહીં: ઇન્ડિયા રેટિંગ

નવી દિલ્હીઃ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)થી રાજ્યોની ટેક્સની આવક વધારાનું મુખ્ય લક્ષ્ય હાંસલ કરવામાં મદદ નથી મળી. રાજ્યોના GSTના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે તો GSTના અમલીકરણ કર્યાનાં છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યોને ખાસ કોઈ લાભ થયો નથી, એમ સ્થાનિક રેટિંગ એજન્સી ઇન્ડિયા રેટિંગ્સે જણાવ્યું હતું. કેન્દ્ર આ વર્ષે જૂનથી રાજ્યોને કર વસૂલાતમાં કોઈ પણ પ્રકારની ઘટની ભરપાઈ નહીં કરે.

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે GSTના કોમ્પેન્સેશન માટે પાંચ વર્ષની સમજૂતી હતી, જે હાલ પૂરી થઈ છે. એ સમજૂતી વર્ષ 2017માં અપ્રત્યક્ષ કર વ્યવસ્થાના સમયે થઈ હતી. અનેક રાજ્યોએ GSTની ઘટનો સમયગાળો આગળ વધારવા માટે માગ કરી છે. જોકે નાણાપ્રધાન નિર્મલા સીતારામને નાણાં વર્ષે 2022-23નું બજેટ રજૂ કરતાં GSTની આવકમાં ઘટની ભરપાઈનો સમયગાળો જૂન, 2022 પછી આગળ નહીં વધારાયના નિર્દેશ આપ્યા હતા. અત્યાર સુધીના ડેટા છે, એનાથી એ વાતનો વિશ્વાસ નથી કે GST તેના બે મુખ્ય હેતુ – કરઆવક વધારવા અને ઉપભોક્તા રાજ્યો માટે લાભકારક સાબિત થઈ શક્યો હોય અથવા એને વધુ કરની આવક મેળવવા તરફ ગયો હોય.

રાજ્ય GST (SGST)ની રાજ્યોની કર આવકમાં હિસ્સો નાણાં વર્ષ 2017-18થી નાણાં વર્ષ 2020-21માં 55.4 ટકા રહ્યો છે, જ્યારે નાણાં વર્ષ 2013-14થી 2016-17 દરમ્યાન એ 55.2 ટકા રહ્યો હતો. એ દર્શાવે છે કે SGST અને SGST વગરનાં રાજ્યોની કર આવકમાં હિસ્સો લગભગ બરાબર છે.