આઇસી15 ઇન્ડેક્સમાં 1,446 પોઇન્ટનો વધારો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સુધારાની ગાડી હજી આગળ વધી છે. મેક્રોઈકોનોમિક પરિસ્થિતિ વિશે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે ત્યારે આજે સ્ટોક્સમાં ઘટાડો થવાના સંકેતો છે, પરંતુ ક્રીપ્ટો બન્ને માર્કેટમાં વધારો થયો હતો.

બ્રેન્ટ ક્રૂડના ભાવ ફરી એક વાર 120 ડોલર પ્રતિ બેરલ કરતાં વધારે થઈ ગયા હોવાથી ફુગાવાને લગતી ચિંતા ફરી ઘેરી બની છે. ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં એક્સચેન્જોએ પાછલા ચોવીસ કલાકના ગાળામાં 281 મિલ્યન ડોલરનાં ફ્યુચર્સ ઓળિયાંનું લિક્વિડેશન કર્યું હતું. તેમાં મોટાભાગનાં ઓળિયાં લોંગ હતાં.

બિટકોઇન ચોવીસ કલાકના ગાળામાં ત્રણેક ટકા વધીને 31,500 ડોલરની સપાટીને કુદાવી ગયો છે. ઈથેરિયમમાં પણ 3 ટકાનો વધારો થતાં ભાવ 1,900 ડોલરની આસપાસ પહોંચ્યો છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.55 ટકા (1,446 પોઇન્ટ) વધીને 42,108 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,661 ખૂલીને 42,680 સુધીની ઉપલી અને 40,157 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ

ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
40,661 પોઇન્ટ 42,680 પોઇન્ટ 40,157 પોઇન્ટ 42,108 પોઇન્ટ

ડેટાનો સમયઃ 31-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)