આજે ઈંધણ ન ખરીદવાનો પેટ્રોલ પંપમાલિકોનો નિર્ણય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સામે વિરોધ દર્શાવવાના ભાગરૂપે ઓલ ઈન્ડિયા પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા નક્કી કરાયું છે 24 રાજ્યોમાં તેના પેટ્રોલ પંપ ડીલર્સ આજે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પાસેથી ઈંધણ (પેટ્રોલ, ડિઝલ)ની ખરીદી નહીં કરે. કેન્દ્ર સરકાર તરફથી અપાતા કમિશનની રકમમાં લાંબા સમયથી વધારો કરાયો ન હોવાથી તેના વિરોધમાં દેશભરમાં પેટ્રોલ પમ્પ ડીલર્સ નારાજ થયા છે આજે સરકારી કંપનીઓ પાસેથી ઈંધણ-તેલ ન ખરીદવાનું નક્કી કર્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત 24 રાજ્યોમાં પેટ્રોલ પંપ ડીલર્સ આજના આંદોલનમાં જોડાવાના છે.

એસોસિએશનના આ નિર્ણયને કારણે આજે દેશભરમાં પેટ્રોલ પંપ ચાલુ તો રહેશે, પરંતુ ઈંધણની અછત રહેવાની સંભાવના છે.