આઇસી15 ઇન્ડેક્સમાં 2149 પોઇન્ટનો વધારો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારનો દિવસ જોરદાર વૃદ્ધિ કરાવનારો રહ્યો હતો. ચીનમાં સુધરેલી આર્થિક પરિસ્થિતિની અસર સમગ્ર એશિયન શેરબજારોની સાથે સાથે ક્રીપ્ટો માર્કેટ પર પણ થઈ હતી. અમેરિકન બજારની સકારાત્મક અસર પણ જોવા મળી હતી. તેને કારણે રોકાણકારોએ ક્રીપ્ટોમાં એક્સપોઝર વધાર્યું હતું.

ક્રીપ્ટો એક્સચેન્જોમાં 121 મિલિયન ડોલરની શોર્ટ પોઝિશનનું લિક્વિડેશન કરવામાં આવ્યું હતું.

સોમવારે બિટકોઇન 6 ટકા વધીને 30600 ડોલરના ભાવે ચાલી રહ્યો હતો અને ઈથેરિયમનો ભાવ 7 ટકાના ઘટાડા સાથે 1,900 ડોલર પર પહોંચ્યો છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 5.58 ટકા (2149 પોઇન્ટ) વધીને 40661 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38512 ખૂલીને 41056 સુધીની ઉપલી અને 38449 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ
ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
38512 પોઇન્ટ 41056 પોઇન્ટ 38449 પોઇન્ટ 40661 પોઇન્ટ

ડેટાનો સમયઃ 30-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)