લોન-વૃદ્ધિઃ બેન્ક ઓફ મહારાષ્ટ્ર જાહેરક્ષેત્રની બેન્કોમાં મોખરે

મુંબઈઃ કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયની માલિકી હેઠળ આવતી રાષ્ટ્રીયકૃત બેન્ક બેન્ક ઓફ મહારાષ્ટ્ર વર્ષ 2021-22માં દેશમાં લોન પૂરી પાડવા તથા ડિપોઝીટ પ્રાપ્ત કરવાની ટકાવારીની બાબતમાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં ટોપ પરફોર્મર રહી છે. પુણેમાં મુખ્યાલય ધરાવતી આ બેન્કે 2022ના માર્ચને અંતે ગ્રોસ એડવાન્સીસમાં 26 ટકાનો વધારો નોંધાવ્યો હતો. આ રકમ રૂ. 1,35,240 કરોડ હતી.

બીજા ક્રમે અને ત્રીજા ક્રમે અનુક્રમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ ઈન્ડિયા આવે છે – અનુક્રમે 10.27 ટકા અને 9.66 ટકા વૃદ્ધિ સાથે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]