જળવાયુ પરિવર્તનમાં સશર્ત $1.5-અબજની મદદ કરવા તૈયારઃ ગેટ્સ

સેન ફ્રાન્સિસ્કોઃ અમેરિકી સરકાર જો કાર્બન ઉત્સર્જનમાં કાપ માટે એક કાર્યક્રમ શરૂ કરશે છે તો માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ જળવાયુ (ક્લાયમેટ)ની મદદ કરવાના હેતુથી 1.5 અબજ અમેરિકી ડોલર આપવાની રજૂઆત કરી હતી. અમેરિકી સેનેટે થોડા દિવસો પહેલાં 1.2 લાખ કરોડ ડોલરના ઇન્ફ્રા પેકેજ પાસ કર્યું હતું અને એ નીતિનો હેતુ ક્લાયમેટ ચેન્જ પર કેન્દ્રિત પ્રોજેક્ટો માટે એનર્જી ડિપાર્ટમેન્ટને અબજો ડોલર આપવાનો છે.

અમેરિકી સરકાર જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેકેજ માટે કાયદો બનાવશે તો એ નક્કર યોજના બનશે અને લાંબા ગાળા માટે રોજગાર પેદા થશે, એમ ગેટ્સે કહ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને કહ્યું હતું કે એ પેકેજ રસ્તા, પુલો, પોર્ટસ, સ્વચ્છ પાણીની સાથે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પર કામ કરશે. જોકે આ વિધેયકને હાઉસની મંજૂરી નથી મળી.

બાઇડને વ્હાઇટ હાઉસને સંબોધિત કરતાં કહ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઐતિહાસિક મૂડીરોકાણ એ જ છે, જે અમેરિકન લોકો ઇચ્છે છે. આ વિધેયક એક તૃતીયાંશ રિપબ્લિકન સેનેટર્સના ટેકાથી 69 વિરુદ્ધ 30 મતોથી પાસ થઈ ગયું હતું અને આવનારા દિવસોમાં એને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્ઝમાં મહત્ત્વના મતદાન માટે મૂકવામાં આવશે.

અહેવાલ અનુસાર બિલ ગેટ્સના ફંડથી ચાલતી બ્રેકથ્રુ એનર્જી કંપની જળવાયુ પરિવર્તનમાં યોગદાન આપતા ગ્રીનહાઉસ ગેસ પ્રદૂષણને ખતમ કરવા માટે 1.5 અબજ અમેરિકી ડોલર ખર્ચ કરવાનું આયોજન કરી રહી છે. જોકે આ બધા માટેની ક્લાયમેટ ટેક્નોલોજીસનો ખર્ચ ઓછો કરવો એ ઘણું મુશ્કેલ કામ છે અને એને મોટા સ્તરે યોજનાબદ્ધ રીતે કાર્ય કરવું મહત્ત્વનું છે, એમ તેમણે કહ્યું હતું. જ્યાં સુધી સરકાર યોગ્ય નીતિઓ સાથે કામ ન કરે, ત્યાં સુધી મોટા પાયે જળવાયુ પરિવર્તનનું કામ આગળ નહીં વધારી શકાય અને યોગ્ય નીતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિધેયક પાસ થાય અને લાગુ થાય એમાં છે, એમ તેમણે ઉમેર્યું હતું.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]