ગર્ભપાતની દવા વેચવા બદલ એમેઝોન સામે FIR

મુંબઈઃ ગર્ભપાતની દવા (MTP કિટ) ઓનલાઈન વેચવા બદલ ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન સામે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) વિભાગે એફઆઈઆર ફરિયાદ નોંધાવી છે.

એફડીએને માલૂમ પડ્યું છે કે ગર્ભપાતની આ દવાને કંપની વતી ઓનલાઈન વેચવામાં આવી રહી છે. આ દવાના વેચાણ માટે આ વેબસાઈટ કોઈ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરના પ્રીસ્ક્રિપ્શનની માગણી પણ કરતી નથી. ગર્ભપાતની આ દવા A-Kare બ્રાન્ડ નામ હેઠળ amazon.in ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ કરાઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]