આઇસી15 ઇન્ડેક્સમાં 857 પોઇન્ટની વૃદ્ધિ 

મુંબઈઃ અમેરિકામાં સ્ટોક્સમાં નીચા ભાવે ખરીદી થવાની શક્યતા વચ્ચે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે સુધારો નોંધાયો હતો. ઇન્ટ્રાડે ધોરણે બિટકોઇન 39,000 ડોલરની ઉપર ગયો હતો.

એસએન્ડપી 500ના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટમાં 0.3 ટકાનો સુધારો થયો હતો. એ જ રીતે નાસ્દાક ફ્યુચર્સ 0.5 ટકા વધ્યા હતા. જોકે, ફેડરલ રિઝર્વની બે દિવસની બેઠકનું પરિણામ બુધવારે જાહેર થવા પૂર્વે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ છે. આ કેન્દ્રીય બૅન્ક વ્યાજદરમાં અડધા ટકાનો વધારો કરે એવી શક્યતા છે.

આ લખાઈ રહ્યું છે એ સમયે બિટકોઇન બે ટકા વધીને 38,800 ડોલરની આસપાસ હતો. આ જ રીતે બીજા ક્રમાંકની ક્રીપ્ટોકરન્સી – ઈથેરિયમમાં પણ બે ટકાની વૃદ્ધિ સાથે ભાવ 2,800 ડોલરની નજીક હતો.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.54 ટકા (857 પોઇન્ટ) વધીને 56,276 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 55,419 ખૂલીને 57,094 સુધીની ઉપલી અને 54,909 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
55,419 પોઇન્ટ 57,094 પોઇન્ટ 54,909 પોઇન્ટ 56,276 પોઇન્ટ

ડેટાનો સમયઃ 2-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)