રોઇટર્સઃ આલ્ફાબેટ ઇન્ક.ની ગૂગલે કર્મચારીઓને કહ્યું છે કે જે કર્મચારી કોરોના વાઇરસની રસી નહીં લીધી હોય અને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન નહીં કરે એ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે અને તેમણે પગારમાંથી પણ હાથ દોવા પડશે, એમ આંતરિક દસ્તાવેજોનો હવાલો આપતાં CNBCએ કહ્યું હતું.
ગૂગલના ટોચના અધિકારીઓએ દ્વારા કર્મચારીઓને ત્રીજી ડિસેમ્બર સુધીમાં રસીના પુરાવા દસ્તાવેજ અપલોડ કરવા મેડિકલ માટે અરજી કરવાનો સમય આપ્યો હતો. કંપનીએ ત્રીજી ડિસેમ્બર પછી એ કર્મચારીઓનો સંપર્ક કરવાનો શરૂ કરી દીધો છે, જેમણે પોતાની સ્થિતિની સ્પષ્ટ નથી કરી અથવા દસ્તાવેજ અપલોડ નથી કર્યા. કંપની હવે તેમની સામે કાર્યવાહી કરશે, એમ અહેવાલ કહે છે.
હવે જે કર્મચારીઓએ 18 જાન્યુઆરી સુધીમાં રસી નહીં લીધી હોય તેવા કર્મચારીઓને 30 દિવસ માટે પેઇડ એડમિનિસ્ટ્રેટિવ લીવ પર મોકલવામાં આવશે. ત્યાર બાદ વિના પગારની લીવ પર છ મહિના રાખવામાં આવશે અને એ પછી તેમને કંપનીમાંથી હકાલપટ્ટી કરવામાં આવશે. જોકે ગૂગલે આ વિશે કોઈ પણ ટિપ્પણી નહોતી કરી કે ત્વરિત જવાબ પણ નહોતો આપ્યો.
ડિસેમ્બરના પ્રારંભે ગૂગલે ઓમિક્રોન વેરિયેન્ટની આશંકાઓની અને કર્મચારીઓને ફરજિયાત ઓફિસમાં આવવાની યોજનાને હાલપૂરતી ટાળી દીધી હતી. આ પહેલાં કર્મચારીઓ 10 જાન્યુઆરીથી કર્મચારીઓને સપ્તાહના ત્રણ દિવસે ઓફિસમાં પરત ફરવાની અપેક્ષા હતી.
