તમે દીવાળી પર મુહૂર્ત ટ્રેડિંગ કરો છો? તો આ ખાસ જાણી લો….

મુંબઈ– દીપાવલી એટલે કે લક્ષ્મી પૂજાના દિવસે રોકાણકારો શેર ખરીદીને શુભ માને છે. દીવાળીના દિવસે સ્ટોક એક્સચેન્જમાં મુહૂર્તના ટ્રેડિંગની સેશન યોજાય છે. આ વર્ષ 27  ઓકટોબરને રવિવારે મુહૂર્ત ટ્રેડિંગ સેશન છે. દીવાળીના મુહૂર્તની ટ્રેડિંગ સેશનમાં આપ કયા શેર ખરીદશો, જેનાથી આપનું વર્ષ ખૂબ સારું જાય. તેમ જ મુહૂર્તની ખરીદીમાં કયો શેર સલામત રોકાણ છે. નિષ્ણાતો કહી રહ્યાં છે કે લાંબાગાળાનું રોકાણ આપને લાભદાયી રહેશે. લાંબાગાળાના રોકાણકારોએ એવા શેર પસંદ કરવા જોઈએ કે જેના ફંડામેન્ટલ્સ મજબૂત હોય…  અહીંયા એવા શેર રજૂ કરી રહ્યાં છીએ કે જે તમે મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં ખરીદી શકો છો, જે આપને લાંબાગાળે લાભ આપશે, અને તેમાં કરન્ટ માર્કેટ પ્રાઈઝથી 15 ટકા ભાવ વધવાની ગણતરીનું અનુમાન રજૂ કર્યું છે.

એક્સિસ બેંક

એક્સિસ બેંક એ ભારતની ત્રીજા નંબરની સૌથી મોટી બેંક છે. તેના નફાનું ચિત્ર સતત સુધરતું રહ્યું છે. સ્ટ્રેસ્ડ એસેટ્સમાં તેના એક્સપોઝરને કારણે તેની ગ્રોસ એનપીએ 2017-18માં 6.8 ટકા થઈ ગઈ છે. તેની એસેટ કવૉલિટી હવે મેનેજ કરવા લાયક થઈ ગઈ છે. અને 2020-21માં તેનો એનપીએનો રેશિયો અંદાજે 4 ટકા સુધી આવવાનું અનુમાન છે. લોન રીકવરીનું પગલું ભરવા ઉપરાંત એક્સિસ બેંક એસએમઈ સાથે જોડાયલ લોન પોર્ટફોલીયો મજબૂત કરવા પર ભાર આપી રહ્યાં છે. તેનાથી પણ બેંકની એસેટ કવૉલિટીમાં સુધારો આવશે. એનપીએ રાઈટ ઓફમાં ઘટાડો આવવાની સાથે લોનના રિવર્સલને કારણે એક્સિસ બેંક 2018-2021ની વચ્ચે ચોખ્ખો નફામાં વાર્ષિક 50 ટકાથી વધારે ગ્રોથ નોંધાયો છે. હાલમાં જેવી રીતે મૂડી એકઠી કરી છે, તેનાથી લાગી રહ્યું છે કે એક્સિસ બેંકના ફંડામેન્ટલ્સ દમદાર છે. અને સાથે તે ગ્રોથ પણ હાંસલ કરી રહી છે.

બર્જર પેઈન્ટ્સ

વીતેલાં કેટલાક વર્ષોમાં પેઈન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટ્રકચરલ મજબૂતી જોવા મળી રહી છે. અને ટ્રેન્ડ પણ બની રહ્યાં છે. આ સંજોગોમાં આગામી વર્ષોમાં તે બિલ્ડીંગ મટીરિયલ્સ અને કન્ઝ્યુમર ગુડ્ઝ સેગ્મેન્ટને પાછળ છોડી શકે છે. નાના શહેરોમાં પગપેસારો કર્યા પછી અને રીપેઈન્ટિંગમાં ગેર ઓછો કરવાની બર્જર જેવી કંપનીઓને મદદ મળી રહી છે. ડીલરો અને સેલ્સ ફોર્સની તાકાત વધારવાથી બર્જરની સામે આવી રહેલી ગ્રોથ સ્ટોરીને ફાયદો મળી રહ્યાં છે. રીસર્ચ હાઉસ બર્જર પેઈન્ટ્સમાં એટલા માટે બુલિશ છે કે ટેકનિકલ ફેકટર્સ પોઝિટિવ છે. આ શેર હાલમાં 11 મહિનાના કોન્સોલિડેશનમાંથી બહાર નીકળ્યો છો. અને હવે તેમાં તેજી દેખાઈ રહી છે. ઐતિહાસિક રૂપથી બર્જર પેઈન્ટ કોન્સોલિડેશન રેન્જમાંથી બહાર નીકળ્યા પછી સારું રિટર્ન આપે છે, અને નવા વર્ષે પણ આવી જ આશા રખાઈ રહી છે.

દીપક નાઈટ્રાઈટ

બેસિક કેમિકલ્સ, ફાઈન એન્ડ સ્પેશિયાલિટી કેમિકલ્સ અને પરફોર્મન્સ પ્રોડક્ટસના મામલામાં ભારત અને વિદેશના બજારોમાં દીપક નાઈટ્રાઈટ અગ્રણી કંપની છે. સપ્લાય સાઈડના પડકારોને કારણે ડાઈ અમીનો સ્ટિલબીન સાઈસલ્ફોનિક એસિડની કીમત હજી વધી રહી છે. અને તેને જોતાં દીપક નાઈટ્રાઈટનના પરફોર્મન્સ પ્રોડક્ટસ ડિવિઝનનું આગામી ત્રિમાસિકગાળાનું પરિણામ સારું રહેવામાં મદદ મળશે. કેટલાય રાજ્યોમાં કંપનીના પ્લાન્ટ્સ છે. અને તેમાંથી મોટાભાગના પ્લાન્ટ્સ વધુ કેપેસિટીથી કામ કરી રહ્યાં છે. તેનાથી કંપનીના નફોમાં સુધારો થવાની શક્યતા છે. દીપક નાઈટ્રાઈટ ઈન્ટીગ્રેટેડ બિઝનેસ મોડલ પર કામ કરી રહી છે. તેમાંથી ફેનોલ અને એસીટોનની વધતી જતી ઉત્પાદન ક્ષમતાના અંદાજે 30 ટકા હિસ્સો પોતાના ઉપયોગ માટે રાખવાની યોજના બનાવી છે. તેમનાંથી તે ડેરિવેટિવ્સ બનાવશે, અને તેનાથી તેનું માર્જિન વધશે.

આઈસીઆઈસીઆઈ બેંક

કોર્પોરેટ ફોક્સવાળી બેંકોમાં સૌથી વધુ અર્નિગ્સ ટર્નએરાઉન્ડ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકમાં થવાની ધારણા છે. તેને કારણે સ્ટ્રેસ્ડ એસેટ્સની ઓળખ અને રાઈટ ડાઉન કરવામાં તેજી બતાવી છે. આઈસીઆઈસીઆઈ બેંકની નેટ સ્ટ્રેસ્ટ લોન(એનપીએને હટાવીને) હાલ ઘટીને 2.9 ટકા પર આવી ગઈ છે. તેથી પ્રોવિઝન કવરેજ રેશિયો સુધરીને 74.1 ટકા થઈ ગયો છે. લોન રીકવરી પર ભાર અને પોતાના રીટેલ લોન મિક્સના હિસ્સાને વધારતાં તેની એસેટ કવૉલfટીમાં સુધારો આવ્યો છે. સરકાર અને આરબીઆઈના કેટલાક પગલાં છતાં બીજી હરોળની એનબીએફસીને હાલમાં લિકવિડીટીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી આઈસીઆઈસીઆઈ બેંક જેવી બેંકોને પોતાના બ્રાન્ચ નેટવર્કને વધારવામાં મદદ મળી રહી છે. તેનાથી રિટેલ લોનમાં તેનો માર્કેટ શેર વધી રહ્યો છે. તેનાથી ડિપોઝિટ સાઈડમાં પણ રિટેલ મિક્સ વધારવામાં મદદ મળશે. આઈસીઆઈસીઆઈ બેંકના કરન્ટ અને સેવિગ્સ એકાઉન્ટવાળો હિસ્સો હાલ અંદાજે 43 ટકા છે. વ્યાજ દરમાં ઘટાડો અને ક્રેડિટ કોસ્ટમાં ઘટાડોએ બેંક માટે સારા સમાચાર છે. તેનાથી આઈસીઆઈસીઆઈ બેંક જેવા મજબૂત પ્લેયર્સને રીટર્ન ઓન ઈક્વિટી વધારવામાં મદદ મળવી જોઈએ.

લાર્સન એન્ડ ટુબ્રો

કેપિટલ ગુડ્ઝ અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરની કેટલીક નાની કંપનીઓ ઈકોનોમીમાં સુસ્તીને કારણે મુશ્કેલીમાં છે. ત્યારે લાર્સન ટુબ્રો જેવી મોટી કંપનીને તેનાથી ફાયદો થઈ રહ્યો છે. કસ્ટમર આવા માહોલમાં મોટા પ્લેયર્સની સાથે રહેવાનું પસંદ કરે છે. તેમજ એલ એન્ડ ટી પણ ખાલી સ્થળો પર પોતાનો માર્કેટ શેર વધારી રહી છે. ઓર્ડર ફ્લો પરથી લાગી રહ્યું છે કે એલ એન્ડ ટી 2019-20 માટે 10-12 ટકાના વધારા સાથે પોતાનું ગાઇડન્સ હાંસલ કરી લેશે. તેની મજબૂત ઓર્ડર બુક અને કામકાજના સારા રીસપોન્સને કારણે આવનારા વર્ષોમાં તેની અર્નિગ્સને લઈને કોઈ સંશય રહેતો નથી. તેનો રીટર્ન રેશિયો આગામી વર્ષે સુધરવાની આશા છે. કારણ કેર મેનેજમેન્ટ હાલ પડતર કોસ્ટ ઘટાડવા અને વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ પર છે. ઉદાહરણ માટે 2020-21 સુધીમાં તેનું રીટર્ન ઓન ઈક્વિટી 18 ટકાથી વધારે રહેવાની સંભાવના છે. સાથે તેનો શેર પણ ઐતિહાસિક વેલ્યુએશન એવરેજથી હાલ નીચે ટ્રેડ કરી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]