બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને તેની દબંગ શ્રેણીની ત્રીજી ફિલ્મ દબંગ 3નું ટ્રેલર 23 ઓક્ટોબર, બુધવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કર્યું હતું. એ પ્રસંગે સલમાન ઉપરાંત અન્ય ફિલ્મ કલાકારો સોનાક્ષી સિન્હા, સઈ માંજરેકર, દિગ્દર્શક પ્રભુ દેવા, નિર્માતાઓ અરબાઝ ખાન, ભૂષણકુમાર અને નીખિલ દ્વિવેદી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સલમાન ખાન ફિલ્મ્સ અને અરબાઝ ખાન ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મને આ વર્ષની 20 ડિસેંબરે રિલીઝ કરવાનું નિર્ધારિત છે. (તસવીરોઃ માનસ સોમપુરા)