દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને બોલીવૂડમાં ખાનગી પાર્ટીઓના આયોજનની શરૂઆત થઈ ચૂકી છે. હિન્દી ફિલ્મોના નિર્માતા આનંદ પંડિતે મુંબઈમાં એમના ખાસ મિત્રો અને પ્રશંસકો માટે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં સંજય લીલા ભણસાલી, પરેશ રાવલ, વિવેક ઓબેરોય, હૃતિક રોશન, રિચા ચઢ્ઢા, બિપાશા બસુ-કરણ ગ્રોવર, જિતેન્દ્ર સહિત બોલીવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. ફિલ્મ વિતરક, રિયલ એસ્ટેટ ડેવલપર આનંદ પંડિત અત્યાર સુધીમાં 'ટોટલ ધમાલ', 'સરકાર-3', 'ગ્રેટ ગ્રેન્ડ મસ્તી' જેવી ફિલ્મો બનાવી છે. હાલ તેઓ અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મીને લઈને 'ચેહરે' ફિલ્મ બનાવી રહ્યા છે. તસવીરમાં આનંદ પંડિત એમના પત્ની રૂપા પંડિત સાથે છે.
હૃતિક રોશન અને રાકેશ રોશન સાથે આનંદ પંડિત
જિતેન્દ્ર અને આનંદ પંડિત
બિપાશા બસુ-ગ્રોવર અને કરણ સિંહ ગ્રોવર સાથે આનંદ પંડિત