ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે પરસ્પર સહયોગની તકો અંગે મુખ્યપ્રધાને કરી ચર્ચા…

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાનમાં પ્રવાસના તેમના ત્રીજા દિવસનો પ્રારંભ સમરકંદથી બૂલેટ ટ્રેન મારફતે બૂખારા પહોચીને કર્યો હતો.

મુખ્યમંત્રીએ બુખારાના ગર્વનર શ્રીયુત O’ktam barnoyev સાથે મૂલાકાત બેઠક યોજીને સ્માર્ટ સિટીઝ, ઇન્ફરમેશન ટેકનોલોજી અને આઇ.ટી. ઇનેબલ્ડ સર્વિસીઝ ઉપરાંત ટેક્ષટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ અને એગ્રો ફૂડ પ્રોસેસીંગ જેવા ક્ષેત્રોમાં ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે પરસ્પર સહયોગની તકો અંગે ચર્ચા વિચારણાઓ કરી હતી.

મુખ્યમંત્રી રુપાણીએ બૂખારાના ગર્વનરને ગુજરાતની મૂલાકાતે આવવાનું નિમંત્રણ પાઠવ્યું હતું. તેમણે ગુજરાતમાં આ બધા જ ક્ષેત્રોમાં રહેલી તકોની સમગ્ર ઇકોસિસ્ટમની સંભાવનાઓ સાથે યોગ્ય ભાગીદારો શોધવામાં ગુજરાત મૂલાકાત ઉપયુકત બનશે એમ પણ બૂખારા ગર્વનરને જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ બુખારાના ગવર્નરને વડનગરના પ્રાચીન તોરણની પ્રતિકૃતિ આ મુલાકાતની સ્મૃતિ રૂપે અર્પણ કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]