દિવાળીએ ગ્રાહકોએ ધૂમ ખરીદી કરીઃ 3.75 લાખ કરોડનું વેચાણ

નવી દિલ્હીઃ દેશમા તહેવારોની સીઝન ચાલી રહી છે. દેશમાં લોકો દિવાળીએ ખૂબ ખરીદી કરી છે. આ દિવાળીએ લોકોએ રૂ. 3.75 લાખ કરોડથી વધુનો રેકોર્ડ ખરીદી કરી છે. દેશના રિટેલ માર્કેટમાં રેકોર્ડ બિઝનેસ નોંધવામાં આવ્યો છે, એમ કોફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ કહ્યું હતું.

CAIT અનુસાર ગોવર્ધન પૂજન, ભાઈબીજ, છઠ પૂજા અને તુલસી વિવાહે રૂ. 50,000 કરોડના વેપાર થવાની અપેક્ષા છે. આ દિવાળીએ ગ્રોસરીમાં 13 ટકા ટેક્સટાઇલમાં 12 ટકા, ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલમાં ઈઠ ટકા જ્વેલરીમાં નવ ટકા, ગિફ્ટ આઇટમ્સમાં આઠ ટકા અને કોસ્મેટિક્સમાં છ ટકાના વેપારમાં વધારો થયો હતો. આ સાથે ઓટોમોબાઇલ્સ, હાર્ડવેર, ઇલેક્ટ્રિકલ, રમકડાં અને અન્ય માલસામાનના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો.

CAIT દ્વારા દિવાળીએ ફૂલો અને ફળો પર રૂ. 7000 કરોડના વેચાણ થયાં હોવાની માહિતી આપવામાં આવી હતી. આ વખતે દિવાળીએ ચીનને આશરે રૂ. એક લાખ કરોડથી વધુના વેપારનો ફટકો લાગ્યો છે. દિવાળીએ કોઈ પણ વેપારીએ આ વર્ષે ચીનથી કોઈ પણ માલસામાનની આયાત નથી કરી. આમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલ તથા આત્મનિર્ભરની અસર છે.