કોવિડમાં વિના જરૂરત દર્દીઓને એન્ટિબાયોટિક્સ આપવામાં આવીઃ WHO

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોવિડ રોગચાળાને કારણે જેટલા લોકોને હોસ્પિટલમાં દાખલ થયા હતા, એમાંથી માત્ર આઠ ટકા એવા હતા, જેમને બેક્ટેરિયલ સંક્રમણ થયું હતું અને તેમને એન્ટિબાયોટિક્સની જરૂર હતી, પરંતુ વધારાની સાવધાનીને નામે આશરે 75 ટકા દર્દીઓને એન્ટિબાયોટિક્સ દવાઓ આપવામાં આવી હતી, એમ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અધ્યયનમાં આ વાતના પુરાવા મળ્યા છે.   

કોવિડ19 રોગચાળા દરમ્યાન આપવામાં આવેલી એન્ટિબાયોટિક્સે સુપરબગ એટલે કે એન્ટિબાઇકોબ્રિયલ રેઝિસ્ટન્સ (AMR)ને ઓર વધુ ફેલાવી દીધા હતા. AMR એક પ્રકારે એન્ટિસિપેટરી ક્ષમતા છે, એન્ટિબાયોટિક્સ શરીરમાં જવાથી પેદા થાય છે. આ કારણે શરીર પર દવાઓ ખાસ કરીને એન્ટિબાયોટિક્સની અસર ઓછી થઈ જાય છે.   

પશ્ચિમી પ્રશાંત વિસ્તારમાં સૌથી ઓછી આશરે 33 ટકા દર્દીઓને એન્ટિબાયોટિક આપવામાં આવતી, જ્યારે પૂર્વ ભૂમધ્યસાગર ક્ષેત્ર અને આફ્રિકામાં 83 ટકા દર્દીઓને એ દવાઓ આપવામાં આવી હતી. 2020થી 2022ની વચ્ચે યુરોપ અને અમેરિકામાં ડોક્ટરોએ દર્દીઓ માટે ઓછી એન્ટિબાયોટિક દવાઓ લખી, જ્યારે આફ્રિકામાં એ દર વધાર્યો હતો. સૌથી વધુ એન્ટિબાયોટિક એ દર્દીઓને આપવામાં આવેલી, જેમાં કોવિડનાં લક્ષણો તીવ્ર હતા. એની સંખ્યા આશરે 81 ટકા રહી હતી. મધ્યમથી ઓછી તીવ્રતાવાળા કોવિડ લક્ષણોના દર્દીઓને પણ આફ્રિકામાં 79 ટકા એન્ટિબાયોટિક આપવામાં આવી હતી.

UNના આરોગ્ય સંસ્થાના AMRના સર્વેલન્સ, એવિડન્સ એન્ડ લેબોરેટરી યુનિટના પ્રમુખ ડો. સિલ્વિયા બરટૈગ્નોલિયોએ કહ્યું હતું કે જો દર્દીને ખાસ જરૂર હોય તો ઠીક પણ ના જરૂર હોય, ત્યારે દર્દીને એન્ટિબાયોટિક્સ આપવામાં આવે તો એનો લાભ ખાસ થતો નથી, પણ જોખમ વધુ રહેતું હોય છે અને એનો ઉપયોગ AMRનો પ્રસારને પણ વધારતો હોય છે. WHOનો આ રિપોર્ટ જાન્યુઆરી, 2020થી માર્ચ 2023ની વચ્ચે 65 દેશોમાં કોવિડને કારણે ભરતી થયેલા આશરે 4.5 લાક દર્દીઓના આંકડા પર આધારિત છે.