મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી – બિટકોઇનનો ભાવ પાછલા ચોવીસ કલાકમાં થોડા સમય માટે 38,000 ડોલરની સપાટી વટાવી ગયો હતો. એમેઝોન ડોટ કોમ અને સ્નેપનાં ઉત્કૃષ્ટ નાણાકીય પરિણામોને પગલે રોકાણકારો ક્રિપ્ટો માર્કેટ પ્રત્યે રોકાણકારોનું માનસ સુધર્યું હતું. પાછલા દિવસે બિટકોઇન પાંચેક ટકા ઘટી ગયો હતો અને હવે તેમાં વૃદ્ધિ થઈ છે. ઈકોમર્સ ક્ષેત્રની અગ્રણી એમેઝોન ડોટ કોમે જણાવ્યા મુજબ તેના ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને એડવર્ટાઇઝિંગ બિઝનેસના લાભને પગલે એકંદરે નફો લગભગ બમણો થયો છે. કંપનીએ કામદારો પરના અને પુરવઠાના ખર્ચ ઘટાડ્યા તેની અસર પણ નફા પર થઈ છે.
સોશિયલ મિડિયા કંપની સ્નેપે પોતાનો પ્રથમ ક્વોર્ટરલી નફો જાહેર કર્યો છે. બીજી બાજુ પિન્ટરેસ્ટે પણ આખા વર્ષમાં નફો થયો હોવાનું તથા વાર્ષિક આવક બે અબજ ડોલર કરતાં વધારે થઈ હોવાનું જાહેર કર્યું છે.
અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સ વૃદ્ધિ દર્શાવી રહ્યા છે. કંપનીઓનાં નાણાકીય પરિણામો બાબતે વધેલા આશાવાદને પગલે ફ્યુચર્સમાં વધારો થવાની શક્યતા છે.
ક્રિપ્ટોકરન્સી બિટકોઇનનો ભાવ 2.6 ટકા કરતાં વધારે પ્રમાણમાં વધી ગયો છે. એથેરિયમનો ભાવ સાત ટકાની વૃદ્ધિ સાથે 2831 થઈ ગયો છે. ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રિપ્ટોકરન્સીનો વિશ્વનો પ્રથમ ઇન્ડેક્સ – IC15 5.74 ટકા (3043 પોઇન્ટ) વધીને 56,032 પોઇન્ટ બંધ રહ્યો હતો. IC15 ઇન્ડેક્સ 52,989 ખૂલ્યા બાદ ઉપરમાં 56,300 અને નીચામાં 52,893 પોઇન્ટ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ |
|||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
52,989 પોઇન્ટ | 56,300 પોઇન્ટ | 52,893 પોઇન્ટ | 56,032 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 4-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |