શરુઆતની તેજી બાદ અંતે સેન્સેક્સ 181ના અંકના ઉછાળા સાથે બંધ

મુંબઈઃ શેરબજારમાં આજે શરુઆતના કારોબારમાં તેજી જોવા મળી હતી જેને પગલે કારોબાર દરમિયાન સેન્સેક્સ 347 અંક વધી 40,816.38ના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 98 અંકની તેજી સાથે 12,038.55ના સ્તરે પહોંચ્યો હતો. શરૂઆતના ઉછાળા બાદ ફરી ઘટાડો જોવા મળ્યો હતો અને દિવસના અંતે સેન્સેક્સ 181.94ના ઉછાળા સાથે 40,651.64 પર બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 59.00 અંકની તેજી સાથે 11,999.10 પર બંધ આવ્યો હતો. સેન્સેક્સના અગ્રણી શેર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(RIL)માં તેજી આવવાથી બજારને ફાયદો થયો છે.

સેન્સેક્સના 30માંથી અને નિફ્ટીના 50માંથી 27 શેરમાં વધારો જોવા મળ્યો છે. ભારતી એરટેલ અને ઈન્ડસઈન્ડ બેન્કમાં 3-3 ટકા તેજી આવી. સન ફાર્મા 2 ટકા અને લાર્સન એન્ડ ટુબ્રો 1.5 ટકા વધ્યો. વેદાંતા અને ટીસીએસના શેરમાં 1-1 ટકા ઉછાળો આવ્યો.

બીજી તરફ આઈટીસીનો શેર 1 ટકા ઘટ્યો. એનટીપીસીમાં 0.9 ટકા અને ઈન્ફોસિસમાં 0.6 ટકા ઘટાડો નોંધાયો. યસ બેન્ક, બજાજ ઓટો, પાવર ગ્રીડ, હિન્દુસ્તાન યુનીલિવર અને એક્સિસ બેન્કમાં 0.5 ટકાથી 0.6 ટકા સુધીનું નુકસાન જોવા મળ્યું.