અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે સ્થાનિક શેરબજારોમાં જોરદાર વેચવાલી થઈ હતી. નિફ્ટી 21,500ની પાસે આવી ગયો હતો. રોકાણકારોએ એક દિવસમાં આશરે રૂ. ત્રણ લાખ કરોડ સ્વાહા થયા હતા. ભારત અને મોંઘવારીના દરો ઊંચા આવવાની શક્યતા છએ. જેથી હાલમાં આવેલી તેજીથી રોકાણકારોએ સાવચેતીરૂપે શેરોમાં નફારૂપી વેચવાલી કાઢી હતી. મિડકેપ ઇન્ડેક્સ 0.87 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.36 ટકા તૂટ્યા હતા.
BSE સેન્સેક્સ 670.93 પોઇન્ટ તૂટીને 71,355.22ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 197.80 પોઇન્ટ તૂટીને 21,513ના સ્તરે બંધ રહ્યો હતો.
રોકાણકારોએ રૂ. 2.76 લાખ કરોડ ગુમાવ્યા
BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ.366.56 લાખ કરોડે આવી ગયું હતું, જે શુક્રવારે રૂ. 369.32 કરોડે હતું. આમ લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આશે રૂ. 2.76 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
BSEમાં કુલ 4074 શેરોમાં ટ્રેડિગ થયાં હતાં. એમાં 1910 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 2062 શેરો ઘટીને બંધ રહ્યા હતા. આ સાથે 102 શેરો સપાટ બંધ રહ્યા હતા. એ સિવાય 493 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 12 શેરોએ 52 સપ્તાહની નવી નીચલી સપાટી ટચ કરી હતી.
બજારમાં ઝી-સોની વચ્ચે મર્જરનો રૂ. 1000 કરોડનો સોદો રદ થવાની શક્યતા છે. જેને પગલે માર્કેટ સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર પડી હતી.
આ સાથે વૈશ્વિક સંકેતો નબળા હતા અને મુખ્ય એશિયાનાં બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો.