મ્યુચ્યુઅલ ફંડની AUM સૌપ્રથમ વાર રૂ. 50 લાખ કરોડને પાર

મુંબઈઃ ડિસેમ્બર, 2023માં દેશની મ્યુચ્યુઅલ ફંડની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) રૂ. 50 લાખ કરોડને પાર કરી ગઈ છે. AUMમાં વધારોથવાનું મુખ્ય કારણ બજારમાં તેજી અને ફંડોમાં મૂડીરોકાણમાં વધારો છે ડિસેમ્બરમાં ઓપન-એન્ડેડ સ્કીમ્સ હેઠળ કુલ એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ રૂ. 50.80 લાખ કરોડ હતી, જે નવેમ્બર, 2023માં રૂ. 48.78 લાખ કરોડ હતી, એમ એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ (AMFI) કહે છે.

કોવિડ19 પછી દેશના અર્થંતંત્રને પુર્નર્જીવિત કરવાના ઉદ્દેશથી અને આર્થિક વિકાસને વેગ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું બચત, નાણાકીય સમાવેશીકરણ માટે નાણાપ્રધાન નિર્મલા સીતારામનના પ્રયાસને કારણે મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોએ મૂડીરોકાણ કરવામાં સામેલ થયા.જેથી છેલ્લાં પાછલાં પાંચ વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યા બે ગણાથી વધુ થઈ ગઈ હતી, જે ડિસેમ્બર, 2018માં 1.91 કરોડથી વધીને ડિસેમ્બર, 2023માં 4.21 કરોડ થઈ હતી.

AMFIના અધ્યક્ષે રૂ. 50 લાખ કરોડની AUMની સફળતા પર ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ સફળતા મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં રોકાણકારોના વિશ્વાસનું પ્રમાણ છે. MF ઉદ્યોગની નજર હવે રૂ. 100 લાખ કરોડ અને 10 કરોડ રોકાણકારોની સંખ્યા પર છે.  મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સતત નોંધપાત્ર વધારો થતો જોવા મળ્યો છે. આ વધારો નાણાકીય સાક્ષરતામાં વધારો, નિયમકીય સુધારા અને SIP (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)ને આભારી છે. માસિક SIP ઇનફ્લો નાણાકીય 2020માં રૂ. 8000 કરોડ હતો, જે ડિસેમ્બરે, 2023માં ઓલ ટાઇમ ઊંચી સપાટીએ રૂ. 17,610 કરોડને પાર થયો હતો. જે ફંડમાં SIP થકી ઇનફ્લો રૂ. 1,41,000 કરોડને પાસ થયો હતો.

MF ઉદ્યોગની AUM મે, 2014ના અંતમાં સૌપ્રથમ વાર રૂ. 10 લાખ કરોડને પાર થઈ હતી, ત્યાર બાદ આશરે ત્રણ વર્ષોમાં AUM વધીને બે ગણીથી વધુ રૂ. 20 લાખ કરોડને પાર થઈ હતી. એ પછી નવેમ્બર, 2020માં AUM રૂ. 30 લાખ કરોડને પાર થઈ હતી. ત્યાર બાદ ઉદ્યોગની AUM પહેલી વાર વર્ષ 2022માં  રૂ. 40 લાખ કરોડને પાર થઈ હતી અને ડિસેમ્બર, 2023માં એ રૂ. 50 લાખ કરોડે પહોંચી હતી. આમ મ્યયુચ્યુઅલ ફંડ ઉદ્યોગ જગતમાં છેલ્લાં નવ વર્ષમાં રૂ. 40 લાખ કરોડનો વધારો AUMમાં જોયો હતો.