મુંબઈઃ બિટકોઇન એક સપ્તાહની નીચલી સપાટીથી ઉછળીને 39,000 ડૉલરની સપાટીની નજીક પહોંચ્યો છે. વૈશ્વિક સ્તરે કોમોડિટીના ભાવ વધી રહ્યા છે ત્યારે ક્રીપ્ટોકરન્સી ફુગાવા સામે હેજ તરીકે સારો વિકલ્પ હોવાનું રોકાણકારોનું માનવું છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી સમગ્ર વિશ્વના પુરવઠાતંત્ર પર વિપરીત અસર થઈ છે.
સૌથી જૂની ક્રીપ્ટોકરન્સીનો ભાવ ચોવીસ કલાકના ગાળામાં આશરે 2 ટકા વધીને 38,929 ડૉલરની આસપાસ પહોંચ્યો હતો. વ્હેલ્સ દ્વારા આ સૌથી જૂની ક્રીપ્ટોકરન્સીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હોવાની આ સ્થિતિ વચ્ચે ઈથેરિયમ પણ 2 ટકાની વૃદ્ધિ સાથે 2,585 ડૉલર ટ્રેડ થઈ રહ્યો હતો.
દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.19 ટકા (660 પોઇન્ટ) ઘટીને 56,001 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 55,341 ખૂલીને 56,688 સુધીની ઉંચી અને 54,434 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
55,341 પોઇન્ટ | 56,688 પોઇન્ટ | 54,434 પોઇન્ટ | 56,001
પોઇન્ટ |
ડેટાનો સમયઃ 8-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |