નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારને જથ્થાબંધ દવાઓના ઉત્પાદન માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ કુલ 239 અરજીઓ મળી હતી, જેમાંથી 49 અરજીને અત્યાર સુધી દવાઓના ઉત્પાદન માટે મંજૂરી આપવામાં આવી છે, એમ રાજ્યસભાને માહિતી આપવામાં આવી હતી. કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સપ્રધાન ભગવંત ખૂબાએ કહ્યું હતું કે ચાર સેગમેન્ટ્સમાં 36 દવાઓના ઉત્પાદન માટે 239 અરજીઓ મળી હતી. તેમણે જણાવ્યું હતું કે પસંદ થયેલી 49 અરજીઓમાં 33 કંપનીઓ છે, જેમાંથી 13 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ક્રમની (MSMEs) કંપનીઓ છે, જેમાં કેટલીક નવી ઇન્કોર્પોરેટડ કંપનીઓ છે. આ યોજના પ્રત્યેક સ્વીકૃત અરજીકર્તાને સ્થાનિક મૂલ્યને આધારે જેતે દવાની કિંમતે વેચવાની છૂટ આપશે, આ પ્રકારની યોજના હેઠળ મોટી સંખ્યામાં પ્રોજેક્ટ્સને શરૂ કરવાની મંજૂરી આપે છે, જેથી સ્થાનિક લોકોની ખરીદીમાં તેજી આવશે, જેથી બજારમાં MSME ક્ષેત્ર અને ઇકો સિસ્ટમને મજબૂત કરશે.
અગાઉ આ મહિને ફાર્માસ્યુટિકલ્સ વિભાગે (DoP) જથ્થાબંધ દવાઓના ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે PLI યોજના હેઠળ અરજી મગાવવાની તારીખ માર્ચના અંત સુધી મુદત વધારવામાં આવી હતી.
ફાર્માસ્યુટિકલ્સ વિભાગે ત્રણ PLI યોજનાઓ- બલ્ક ડ્રગ્સ ( રૂ.6940 કરોડ), મેડિકલ ડિવાઇસિ, (રૂ. 3420 કરોડ) અને ફાર્માસ્યુટિકલ્સ (રૂ. 15,000 કરોડ)ની લાગુ કરી હતી.
