મુંબઈઃ અમેરિકામાં ફુગાવાના આંકડા ગુરુવારે જાહેર થયા બાદ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં તેજીનો જુવાળ આવ્યો છે. માર્કેટનો બેન્ચમાર્ક પાછલા 24 કલાકમાં 7.3 ટકા કરતાં વધુ વધ્યો છે. વૈશ્વિક સ્તરે ઈક્વિટી માર્કેટના ઇન્ડેક્સ સરેરાશ બેથી ત્રણ ટકા વધ્યા છે.
આઇસી15 ઇન્ડેક્સના બધા જ ઘટક કોઈનના ભાવમાં શુક્રવારે વૃદ્ધિ થઈ હતી, જેમાં બિટકોઇન 5.4 ટકા અને યુનિસ્વૉપ 16 ટકા વધ્યા હતા. સોલાના, એક્સઆરપી, શિબા, પોલીગોન, અવાલાંશ અને ચેઇનલિંકમાં પણ 10 ટકા કરતાં વધારે વૃદ્ધિ થઈ હતી. તેને પગલે માર્કેટ કેપિટલાઇઝેશન વધીને 938 અબજ ડોલર થઈ ગયું હતું.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 7.3 ટકા (1,939 પોઇન્ટ) વધીને 28,348 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 26,409 ખૂલીને 28,550ની ઉપલી અને 25,915 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
26,409 પોઇન્ટ | 28,550 પોઇન્ટ | 25,915 પોઇન્ટ | 28,348 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 14-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |