મુંબઈઃ અમેરિકન શેરબજારમાં ફ્યુચર્સમાં થયેલી વૃદ્ધિનું અનુકરણ કરતાં ક્રીપ્ટોકરન્સીમાં પણ મંગળવારે મોટો ઉછાળો આવ્યો હતો. ડોલરનું મૂલ્ય ઘટતાં નીચલા મથાળે ખરીદી જામી હતી. બિટકોઇન તાજેતરના તેના 20,400 ડોલરના સપોર્ટની ઉપર ટ્રેડ થવા લાગ્યો હતો.
મંગળવારે ડાઉ જોન્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ તથા એસએન્ડપી 500ના ફ્યુચર્સમાં અનુક્રમે 0.8 અને 0.9 ટકા વૃદ્ધિ થઈ હતી. નાસ્દાક ફ્યુચર્સ 1.2 ટકા વધ્યા હતા.
અન્ય કરન્સીની તુલનાએ ડોલરની શક્તિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ 20 વર્ષની ઉપલી સપાટીએથી ઘટ્યો હતો, કારણ કે અમેરિકામાં મંદી આવવા વિશે શંકા પ્રવર્તે છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 5.76 ટકા (1,648 પોઇન્ટ)ના ઉછાળા સાથે 30,225 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 28,575 ખૂલીને 30,299ની ઉપલી અને 28,499 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
28,575 પોઇન્ટ | 30,299 પોઇન્ટ | 28,499 પોઇન્ટ | 30,225 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 30-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |