ઇન્સ્ટાગ્રામે રીલ્સ વિડિયોમાં સાઉન્ડની સમસ્યાને ઠીક કરી

નવી દિલ્હીઃ ડિજિટલ ઇન્ડિયામાં ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મિડિયા એપ ઘણી લોકપ્રિય થઈ ચૂકી છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવીને લોકો લોકપ્રિય થઈ રહ્યા છે અને ઘેર બેઠા લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. જોકે ઇન્સ્ટાગ્રામ આવી રહેલા સાઉન્ડ ઇસ્યુને હાલમાં ઠીક કરવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામે હાલમાં એક બગ ઠીક કર્યો છે, જે એડિટિંગ સ્ક્રીનથી ડાઉનલોડ કરવામાં આવેલી રીલ વિડિયો ક્લિપમાંથી અવાજને દૂર કરે છે. આ બગ ios યુઝર્સને પ્રતિકૂળ અસર કરતા હતા અને એ ક્રિયેટર્સને નુકસાન કરતી હતી, જે રીલનો ઉપયોગ વિડિયો બનાવીને અન્ય પ્લેટફોર્મ જેવા ટિકટોક પર અપલોડ કરતા હતા.    

ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાના પ્રવક્તા સીન કિમે જણાવ્યું હતું કે આ સમસ્યા આંતરરાષ્ટ્રીય સ્તરે હતી અને એને ઠીક કરવામાં આવી છે. તેણે જણાવ્યું હતું કે શુક્રવારે ઇન્સ્ટાગ્રામના અપડેટ કરવાની સાથે એ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે.

મને એવો અનુભવ થાય છે કે મારા આઇફોનમાં જે સમસ્યા હતી, એનું નિરાકરણ આવી ગયું છે, કેમ કે હવે હું ઇન્સ્ટાગ્રામ રીલ્સથી ક્લિપ ડાઉનલોડ કરું છું, જેમાં સાઉન્ડની કોઈ સમસ્યા નથી થતી. કંપનીએ સાઉન્ડની સમસ્યા ફિક્સ કરી જેથી રીલ બનાવનાર ક્રિયેટર્સને મદદ મળે છે. જોકે અન્ય પ્લેટફોર્મ જેવા કે  ટિકટોકમાં વિડિયોના રીલ બનાવતી વખતે એડિટિંગ ફીચર્સ જેવા કે ગ્રીન સ્ક્રીન જેવી સુવિધાઓ નબળી છે.

ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ જેવી એપો શોર્ટ-ટર્મ વિડિયોમાં વર્ચસ્વની લડાઈ લડી રહ્યા છે, પણ ઇન્સ્ટાગ્રામે કેટલાક સમય માટે ટિકટોક જેવા આક્રમક ફીચર્સ પાછાં ખેંચવાં પડ્યાં હતાં. જોકે ટિકટોકે તેના એડિટિંગ ટૂલ્સને વધારવાની જરૂર છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]